અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

રથયાત્રા પસાર થયાં બાદ ABVPદ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું, 200થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા

Text To Speech

અમદાવાદ 7 જુલાઈ 2024 : આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા જાજરમાનભેર યોજાઇ રહી છે. 18 km લાંબી રથયાત્રાના રૂટમાં હાથી, ટ્રક, અખાડા, ભજન મંડળી અને ત્રણે રથ પસાર થયા બાદ ઠેર ઠેર કચરો જોવા મળે છે. આ કચરાને સાફ કરવાનું કાર્ય છેલ્લા પાંચ વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ગતીવિધિ સ્ટુડન્ટ ફોર સેવાના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ 200 જેટલા વિદ્યાર્થીમિત્રો દ્વારા આ સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે.

 

દર વર્ષે ABVP રથયાત્રાના રૂટ પર સાફ સફાઈ કરે છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પાછળ રહીને કરવામાં આવે છે. તે અંતર્ગત 147મી રથયાત્રામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે.

આ સફાઈ અભિયાનમાં અમદાવાદના કુલ 200 જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો અને સમાજ સુધી એક સારો સંદેશ પહોંચે અને સ્વચ્છ ભારત , સ્વસ્થ ભારત નિર્માણ કરવામાં વિદ્યાર્થીઓ પણ આ ભગીરથી અભિયાનમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા વિદ્યાર્થીઓમાં પણ સેવાવૃત્તિનું નિર્માણ થાય અને વિદ્યાર્થીઓ પણ સેવા કરવા આગળ આવે તે હેતુથી સ્ટુડન્ટ ફોર સેવા કાર્યરત છે. આ સાથે જ આણંદ, સુરત, રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કે જ્યાં જ્યાં રથયાત્રાઓ નીકળે છે ત્યાં ત્યાં આ સફાઈ અભિયાન કરવામાં આવે છે. આ કાર્યથી સમાજમાં એક સંદેશ જાય કે જે કચરો જેટલો બને એટલો ઓછો કરીએ. સ્વચ્છ ભારતના મિશન માટે આપણે એક સાથે આગળ વધી શકીએ તે માટે આ સફાઈ અભિયાનનું આયોજન સ્ટુડન્ટ ફોર સેવાના માધ્યમથી કરવામાં આવ્યું.

આ પણ વાંચો : અમિત શાહે અમદાવાદમાં અમીન PJKP વિદ્યાર્થી ભવન અને આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

Back to top button