ભારે વિવાદ બાદ શું ખરેખર ‘આદિપુરુષ’ ફિલ્મમાં બદલાયો સૈફ અલી ખાનનો લુક ?


પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ‘ ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર રીલીઝ થતા જ ફિલ્મ તેનાં VFX અને ફિલ્મનાં પાત્રોને લઈને ચારેબાજુથી વિવાદમાં ફસાઈ હતી અને ટ્રોલ થઈ હતી. ત્યારબાદ ‘આદિપુરુષ’ જાન્યુઆરીમાં રીલીઝ કરવાને બદલે જૂન મહિનામાં રીલીઝ કરવાનો નિર્ણય ફિલ્મ નિર્માતાએ લીધો હતો. આ નિર્ણય પછી હવે જાણવા મળી રહ્યું છે કે ફિલ્મના VFXને પણ બદલવામાં આવ્યા છે અને આ સાથે જ સૈફ અલી ખાનના લૂકમાં પણ બદલાવ કરવામાં આવશે.
આ પણ વાંચો : ફિલ્મ રિલીઝ અપડેટ: શું ટ્રોલર્સનાં ડરથી નિર્માતાઓએ ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ બદલી?

વિરોધ બાદ ફિલ્મ મેકર્સ સૈફ અલી ખાનના લૂકને બદલશે
ફિલ્મ નિર્માતા ઓમ રાઉત પણ પાછલા 1-2 મહિનાથી ટ્રોલ થઈ રહ્યાં છે. લોકોએ ફિલ્મના VFX અને ફિલ્મની સ્ટોરીને લઈને વિરોધ કર્યો હતો અને ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી હતી. ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાન રાવણનું પત્ર ભજવતા જોવા મળશે. ટીઝર બાદ સૈફના લુકની ભારે ટીકા થઈ રહી હતી અને તેના લુકની સરખામણી અલાઉદ્દીન ખિલજી સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મનો સોશિયલ મીડિયા પર પૂરા જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. તેથી જ હવે વિરોધ બાદ ફિલ્મ મેકર્સ સૈફ અલી ખાનના લૂકને બદલે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib
— Om Raut (@omraut) November 7, 2022
‘આદિપુરુષ’ની રીલીઝ ડેટ બદલાઈ
ફિલ્મ નિર્માતાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ફિલ્મની રીલીઝ ડેટ બદલવામાં આવી છે તે જાણકારી આપી હતી. ફિલ્મ નિર્માતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે ફિલ્મ ‘આદિપુરુષ’ માત્ર ફિલ્મ નથી. પરંતુ આ ભગવાન પ્રભુ શ્રીરામના પ્રત્યેની ભક્તિ અને આપણાં ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. દર્શકોએ એક અદ્ભુત અનુભવ માટે આદિપુરુષ ફિલ્માં સાથે સંકળાયેલા લોકોને વધારે સમયની આવશ્યકતા છે. જેથી હવે આદિપુરુષ ફિલ્મ 16 જૂન 2023ના દિવસે રીલીઝ થશે. આ સિવા ઓમ રાઉત સોશિયલ મીડિયા પોસ્ટ કરી એવું લખ્યું હતું કે ‘ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય.’