ગુજરાતમાં વરસાદની ભારે અસર બાદ જાણો જળાશયોમાં પાણીની આવક
- વરસાદની અસર બાદ હવે જળાશયોમાં પાણીની આવક જોવા મળી
- મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા જળ સંગ્રહ
- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ થયો
ગુજરાતમાં વરસાદની ભારે અસર બાદ જળાશયોમાં પાણીની આવક વધી છે. ત્યારે વરસાદના આંશિક વિરામ વચ્ચે રાજ્યમાં 89 જળાશયો હાઈ એલર્ટ પર છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.82 ટકા જળ સંગ્રહ સાથે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા જળ સંગ્રહ અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા જળ સંગ્રહ થયુ છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં આંખો આવવાના કેસોમાં ચિંતાજનક વધારો
વરસાદની અસર બાદ હવે જળાશયોમાં પાણીની આવક જોવા મળી
રાજ્યમાં વરસાદની અસર બાદ હવે જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે. જેના અંગે રાજ્ય સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 78.91 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા નોંધાયો છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનતા ગુજરાતના આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ થયો
રાજ્યમાં મહત્વના 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,45,515.18 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્રહ શક્તિના 73.49 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તેમજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.82 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.73 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ થયો છે.