ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગેંગસ્ટરો પછી તેમની પત્નીઓ યુપી પોલીસ માટે બની માથાનો દુ:ખાવો

લખનઉ (ઉત્તર પ્રદેશ), 09 એપ્રિલ: અતિક અહેમદ અને મુખ્તાર અંસારી જેવા કુખ્યાત ગુનેગારો તો માટીમાં ભળી ગયા તેથી યુપીમાં ગુંડારાજનો સફાયો થઈ ગયો છે પણ હકીકત કંઈક બીજી જ જોવા મળી રહી છે. આ ગેંગસ્ટરો તો મરી ગયા પણ તેમની પત્નીઓ પણ તેમનાથી ઓછી નથી. ગેંગસ્ટરોના મર્યા પછી ગેંગની જવાબદારી પત્નીઓએ ઉઠાવી લીધી છે. આ કારણથી યુપીની પોલીસ માટે ગેંગસ્ટર પત્નીઓ માથાનો દુ:ખાવો બની ગઈ છે. ભલે યુપી પોલીસ ગેંગસ્ટરોનો સફાયો કર્યો પરંતુ પડદા પાછળ તેમની પત્નીઓ સક્રિય રીતે ગેંગનું સંચાલન કરી રહી છે અને તેઓ ઘણા સમયથી ફરાર હોવાના કારણે યુપી પોલીસ માટે કાઠું સાબિત થયું છે.

શાઈસ્તા પરવીન:અતીક અહેમદની પત્ની, 50 હજારનું ઈનામ

દિવંગત ધારાસભ્ય રાજૂપાલના ભાઈ ઉમેશ પાલની પ્રયાગરાજના ઘૂમનગંજની કોર્ટમાંથી બહાર આવતા જ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી.આ ઉમેશ પાલ તેના ભાઈની હત્યા થઈ તેનો મુખ્ય સાક્ષી હતો.આ હત્યાકાંડમાં અતીક અહેમદ તેનો દીકરો અસદ અને શુટર મોહમ્મદ ગુલામનું પોલીસ દ્વારા એકાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ સિવાય ગયા વર્ષે જ પ્રયાગરાજમાં જ અતીક અહેમદ અને અશરફને પોલીસ કસ્ટડીમાં લઈ જતા ત્રણ છોકરાઓએ ગોળી મારી હતી. આ હત્યાકાંડમાં અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન પણ સામેલ હતી. તેના પર હત્યાકાંડના કાવતરામાં સામેલ હોવાનો, શૂટરોને આશરો આપવાનો અને ઘટનાને અંજામ આપવા માટે ફંડીગ કર્યું હોવાનો પણ આરોપ લાગેલો છે.જે બાબતે પોલીસની તપાસ ચાલી રહી છે. આ શાઈસ્તા પરવીનની માથે યુપી પોલીસ 50 હજારનું ઇનામ જાહેર કર્યું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે યુપીમાં જ છે અને કેટલાક કહી રહ્યા છે કે નેપાળ થઈને દુબઈ જતી રહી છે.

અફશા અંસારી: મુખ્તાર અંસારીની પત્ની,75 હજારનું ઇનામ

અફશા અંસારી પર લગ્ન પહેલા કોઈ કેસ ન હતા પરંતુ તે પછી તે ઘણા બધા ગંભીર ગુનામાં સંકળાયેલી છે. વર્ષ 2005માં તેના પતિના જેલવાસ પછી ગેંગની કમાન તેણે સંભાળી હતી. જેના પર 75 હજારનું ઇનામ પોલીસે રાખ્યું છે. પોલીસે તેની શોધખોળ માટે ગાજીપુ થી લખનઉ સુધી દરોડા પાડ્યા હતા પરંતુ તેની ભાળ ન મળી. પોલીસને લાગ્યું કે તેના પતિના મૃત્યુ પછી તેને છેલ્લીવાર જોવા આવશે પણ તે ન પહોંચી. અફશા પોતે ગાજીપુર જીલ્લામાં યૂસુફપુર મોહમ્મદાબાદના દરજી વિસ્તારમાં રહેતી હતી.તેણે મહુના રૈનિ ગામની નજીક વિકાસ કન્સ્ટ્રક્શન નામની ફર્મ બનાવીને જમીન લીધી હતી. આ ફર્મ પાંચ લોકોના નામે રજીસ્ટર્ડ હતી.જેની તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે આ ફર્મે ખોટી રીતે અનુસૂચિત જાતિના લોકોની જમીન પચાવી પાડી હતી.આ સિવાય તેની પર ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કેસ થયેલો છે.

જૈનબ ફાતિમા: અતિકના ભાઈ અશરફની પત્ની, 75 હજારનું ઇનામ

જૈનબ ફાતિમા પણ પોતે ઉમેશ પાલની હત્યામાં સામેલ હતી.જૈનબ ફાતિમાની બહેન આયશા નુરે મેરઠમાં આવેલા પોતાના ઘર પર અસદ અને ગુડ્ડને આશરો આપ્યો હતો.પોલીસને તે બંને CCTV ફુટેજમાં તેના ઘરે જતા જોવા મળ્યા હતા. આ પછી આયશા નુર ફરાર થઈ ગઈ હતી.જે પછી પોલીસે જૈનબ ફાતિમા અને આયશા નૂર પર 25-25 હજારનું ઈનામ રાખેલું છે.

કાજલ ઝા: રવિ કાનાની ગર્લફ્રેન્ડ ધરાવે છે કરોડોની સંપતિ

નોઈડાના ગેંગસ્ટર રવિ કાના પોતે રબર અને સ્ક્રેપનો ગેરકાનૂની ધંધો કરતો હતો.નોઈડા નોકરીની શોધ કરી રહેલી કાજલ ઝા રવિ કાનાના સંપર્કમાં આવી હતી.આ પછી તે રવિ કાનાના ગેરકાનૂની અને બેનામી સંપત્તિનો હિસાબ-કિતાબ કાજલ સંભાળતી હતી.આમ કાજલ માફિયા સ્ક્રેપ કંપનીની ડાયરેક્ટર બની ગઈ હતી અને રવિ કાનાને દરેક ગુનામાં પુરેપુરો સાથ આપતી હતી.પોલીસે તેની અત્યાર સુધી 100 કરોડ જેટલી સંપત્તિ જપ્ત કરી છે. રબર અને સ્ક્રેપનો ગેરકાનૂની ધંધો કરનાર રવિ ઉર્ફે રવિન્દ્ર નગરની ગર્લફ્રેન્ડ કાજલ ઝાની કાના ગેંગરેપની ઘટનામાં ફરાર છે.

દીપા બહાલ: લેડી ડોન કે જેના પર છે 5 લાખનું ઈનામ

મેરઠની રહેવાસી દીપ્તિ બહલે પી.એચ.ડી. કરેલું છે.અને તે લગ્ન પહેલા બાગપતની એક સ્કૂલમાં ભણાવતી હતી. બાઈક બોટ ગોટાળાનો મુખ્ય આરોપી સંજય ભાટી સાથે લગ્ન થયા પછી તેણે અંડરવર્લ્ડની દુનિયામાં પગ મુક્યો હતો ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.અત્યાર સુધીમાં તેના પર કુલ 100 જેટલા કેસો નોંધાયેલા છે જેમાં સૌથી વધુ નોઈડા અને ગ્રેટર નોઈડાના છે બાકીના કેસો ગાજિયાબાદ, મેરઠ, બુલંદશહેર, બિજનૌર, બાગપત, આગરા, મુજ્જફરનગર અને લખનઉમાં નોંધાયેલા છે.પોલીસે તેના માથે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

આમ યુપી પોલીસના પુર્વ ડીજીપી જૈનનું કહેવું છે કે ગેંગસ્ટરોની પત્નીઓ પણ ગુનાકીય ઇતિહાસમાં પાછળ નથી.જ્યારે માફિયા પતિઓ જેલમાં કે અંડરગ્રાઉન્ડ થયા હતા ત્યારે ગેંગની કમાન અને કમાણી માફિયા પત્નીઓએ સંભાળી લીધી છે. વધુમાં ગેંગના દરેક મેમ્બરો આ લેડી ડોનની દરેક વાત આદેશ માનીને તેનું પાલન પણ કરી રહ્યા છે. હાલમાં આ બધી મહિલાઓ ફરાર છે પણ પોલીસ તેઓની શોધખોળમાં લાગેલી છે.

આ પણ વાંચો: મુખ્તારના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે ‘વિકાસ દુબે’, જાણો કારણ

Back to top button