ગુજરાતટોપ ન્યૂઝ

કર્મયોગી ભવનમાં આગ લાગ્યા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

Text To Speech

સચિવાલયની સામે આવેલ કર્મયોગી ભવનમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં ગઈકાલે એકાએક આગ લગતા કેટલાક દસ્તાવેજ અને ફાઈલો બળીને ખાખ થઈ ગઈ હતી. જે બાદ ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ બાબતે નિવેદન આપતા કહેવામાં આવ્યું હતું કે જુનિયર ક્લાર્ક પરીક્ષાને લગતા કોઈપણ દસ્તવેજોને નુકસાન થયું નથી.

તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સમગ્ર મામલે ટ્વિટ કરી આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ગુજરાતના યુવાધનના મનમાં ભારે રોષ અને ભવિષ્યની ચિંતા છે. પેપરકાંડ, ડમીકાંડ, સર્ટિફિકેટ કાંડ, ચોરીકાંડ…સમગ્ર ભરતીકાંડના સૂત્રધારો કોણ છે ? વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતના ભરતીકાંડ ,જે સમગ્ર દેશમાં વ્યાપમકાંડ કરતા પણ વધુ વ્યાપક છે. વધુમાં તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે કર્મયોગી ભવનમાં પુરાવા બધા ભસ્મીભૂત થઈ ગયા છે. તેમણે સરકારને પ્રશ્ન પૂછ્યું હતો કે આ આગ લાગી કે લગાડવામાં આવી ?’

આ પણ વાંચો : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મોકલી આપવા આદેશ, જેલ પ્રશાસન સતર્ક

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કર્મયોગી ભવનમાં એક એસીમાં અચાનક શૉર્ટસર્કિટ થતાં આગ લાગી હતી જે બાદ જુનિયરક્લાર્ક પરીક્ષા વાળો વિભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે થોડી જ ક્ષણોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બાબતે ભરતી બોર્ડના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપ્યું હતું કે ત્રણ ચેમ્બરમાં કેટલાક કાગળો અને ફાઈલો બલી છે પણ ઉત્તરવાહીઓ સુરક્ષિત છે.

Back to top button