ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ PMને ગળે લગાવીને રડ્યા હતા કે સિવન, હવે સફળતા મળી તો જાણો શું કહ્યું?

  • ચંદ્રયાન-2 ફેલ થવા પર ઈસરોના પૂર્વ વડા PM નરેન્દ્ર મોદીને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા. હવે તેમણે ચંદ્રયાન 3ની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે.

ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. દેશવાસીઓને આ સફળતા પર ગર્વ છે. તે જ સમયે, ISROના ભૂતપૂર્વ વડા કે સિવને ISROના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ ઉતરાણ પર અભિનંદન આપ્યા છે. તેણે કહ્યું કે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. હું બહુ ખુશ છું. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતા પર ઈસરોના પૂર્વ વડા PM નરેન્દ્ર મોદીને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા.

7 સપ્ટેમ્બર, 2019 ના રોજ આખો દેશ ચંદ્રયાન 2 ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. ઈસરોના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન ખુદ ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લી થોડી ક્ષણોમાં ચંદ્રયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ખુદ ઈસરોના ચીફે આની જાહેરાત કરી હતી. આ પછી જ્યારે પીએમ મોદી પણ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમને વિદાય આપવા આવેલા ઈસરો ચીફ ભાવુક થઈ ગયા અને પીએમ મોદીને ગળે લગાવીને રડવા લાગ્યા.

પીએમ મોદીએ ગળે લગાવીને પીઠ થપથપાવી હતી:

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટી ગયા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે દેશના લોકો પણ નિરાશ થયા હતા. જ્યારે પીએમ મોદીને વિદાય આપવા પહોંચ્યા ત્યારે ઈસરોના ચીફ કે સિવન પણ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં આંસુ જોઈને વડાપ્રધાન મોદીએ તેમને ગળે લગાવ્યા. આ પછી સિવન પોતાની જાત પર કાબૂ રાખી શક્યા નહીં અને રડી પડ્યા. પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યા અને પીઠ થપથપાવી હતી.

પાછળથી, કે સિવને પીએમ મોદીના આલિંગન પર કહ્યું કે તે “મોટી રાહત” છે. તે સમયની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. લોકોએ તેના ખૂબ વખાણ કર્યા. તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે પીએમ મોદીએ શિવનને ગળે લગાવ્યા અને પીઠ પર થપ્પડ આપી. આ તસવીર બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટરની છે . વાસ્તવમાં, લેન્ડર સાથે સંપર્ક ગુમાવ્યા બાદ સિવન ખૂબ જ દુઃખી થઈ ગયા હતા.

તેણે કહ્યું હતું કે, જ્યારે હું સંપૂર્ણ રીતે ભાવનાત્મક રીતે તૂટી ગયો હતો ત્યારે પીએમ મોદીએ મને ગળે લગાવ્યો હતો. તે સમજી ગયા હતા કે હું શું અનુભવી રહ્યો છું. ખુદ વડાપ્રધાને મને સાંત્વના આપી તે મોટી વાત હતી. પ્રધાનમંત્રીના ગળે લગાડવાથી મને ઘણી રાહત મળી હતી. તે પછી અમે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું હતું.

જો કે, હવે જ્યારે ચંદ્રયાન 3 મિશન સફળ થયું છે, ત્યારે તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે ચંદ્રયાન 2 ના સમયને યાદ કર્યો અને ચંદ્રયાન 3 ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા. તેણે કહ્યું કે તે આ ક્ષણની કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો: ચંદ્ર પર વિજય મેળવ્યા પછી, હવે સૂર્યનો વારો, તારીખ નક્કી થઈ, જાણો ભવિષ્યમાં ISROના અન્ય મીશન વિશે

Back to top button