ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

દિલ્હી એરપોર્ટ દુર્ઘટના બાદ ઉડયન મંત્રાલયનો મોટો નિર્ણય, જાણો શું છે ?

  • રદ્દ થયેલી ફ્લાઈટનું રિફંડ 7 દિવસમાં ચુકવવા આદેશ
  • T2 અને T3 ઉપર 24/7 કલાક વોર રૂમ શરૂ કરાશે
  • કોઈપણ એરલાઈન્સ ભાડામાં વધારો ન કરે તેવી મંત્રાલયની અપીલ

નવી દિલ્હી, 28 જૂન : દિલ્હી-NCRમાં ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટર્મિનલ 1 પર પાર્કિંગની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા હતા. અકસ્માતને કારણે ટર્મિનલ 1 બંધ કરી દેવામાં આવ્યો છે અને ફ્લાઈટને T-2 અને T-3 તરફ વાળવામાં આવી છે. આ દુર્ઘટના બાદ ઉડ્ડયન મંત્રાલયે સમીક્ષા બેઠક યોજી છે અને એરલાઈન્સને માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં દુર્ઘટનાને કારણે ટર્મિનલ 1 બંધ થયા પછી ઉડ્ડયન મંત્રાલય T2 અને T3 ટર્મિનલની સરળ કામગીરી માટે 24/7 વોર રૂમની સ્થાપના કરશે. મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની કડક દેખરેખ હેઠળ 24/7 વોર રૂમની સ્થાપના કરવામાં આવશે. આ વોર રૂમ રદ થયેલી ફ્લાઈટ્સનું સંપૂર્ણ રિફંડ સુનિશ્ચિત કરશે અથવા ઉપલબ્ધતા મુજબ વૈકલ્પિક મુસાફરી રૂટ ટિકિટ આપશે.

ટર્મિનલ બંધ થવાને કારણે ભાડું વધારવું જોઈએ નહીં

T1 ટર્મિનલ બંધ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે એરલાઈન્સને સલાહ આપી છે કે ટર્મિનલ બંધ થવાને કારણે વિમાન ભાડામાં વધારો ન કરે. તમામ રિફંડ 7 દિવસની નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. મુસાફરોને તાત્કાલિક સહાય માટે ફોન નંબર સહિત અન્ય વિગતો આપવામાં આવશે. વોર રૂમ હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે.

ઇન્ડિગો એરલાઇન

T2 ટર્મિનલ: 7428748308
ટી3 ટર્મિનલ: 7428748310

સ્પાઇસજેટ

T3 ટર્મિનલ: 0124 – 4983410/0124 – 7101600
9711209864

એરપોર્ટની માળખાકીય તપાસ કરવામાં આવશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલય તમામ એરપોર્ટની માળખાકીય શક્તિની તપાસ કરશે. IIT દિલ્હીના સ્ટ્રક્ચરલ એન્જિનિયરોને દિલ્હી T1 ખાતેની ઘટનાનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને તમામ નાના અને મોટા એરપોર્ટને સ્ટ્રકચરલ સ્ટ્રેન્થની સંપૂર્ણ તપાસ કરવા માટે એક પરિપત્ર જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ તપાસ આગામી 2 થી 5 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપરત કરવામાં આવશે. તારણોના આધારે, આવી ઘટનાઓનું પુનરાવૃત્તિ અટકાવવા માટે સુરક્ષા પગલાં અંગે લાંબા ગાળાની નીતિઓ પ્રાથમિકતાના ધોરણે ઘડવામાં આવશે.

Back to top button