T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારત સામેની હાર બાદ બાબરે પોતાનાં ખેલાડીઓને આ રીતે કર્યાં પ્રોત્સાહિત, કહી આ વાત

Text To Speech

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. મેલબોર્નમાં મળેલી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં તેનાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન બાબરે મોહમ્મદ નવાઝ માટે એક ખાસ વાત કહી હતી. જેનો વિડીયો પાકિસ્તન ક્રિકેટ બોર્ડે તેનાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

આ પણ વાંચો : શું પાકિસ્તાન સામે અન્યાય થયો ? #NoBall અને #DeadBall પર જાણો ICC ના નિયમો શું કહે છે

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઘણી નિરાશ દેખાઈ હતી. પરંતુ ટીમના કેપ્ટન બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓના ક્લાસ લીધા અને તેનાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભાષણ આપ્યું હતું.

પોતાના ભાષણમાં બાબર આઝમે ખાસ કરીને સ્પિનર ​​મોહમ્મદ નવાઝ સાથે વાત કરી અને બાબરે તેને આશ્વાસન આપ્યું કે કોઈ માથું ઝુકતું નથી. આ મેચમાં તારું પ્રદર્શન શાનદાર હતું, હવે ફોકસ આગામી મેચો પર કરો. બાબરે પોતાના ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું અને કહ્યું કે આગળ ઘણી મેચો છે. સફર અહીં પૂરી નથી થતી. બાબરે કહ્યું હતું કે ટાઇટલ જીતવા માટે આપણે ઘણી તાકાત લગાવવી પડશે.

‘આપણે ટીમ તરીકે હાર્યા છીએ, કોઈની સામે આંગળી ન ઉઠાવો

બાબરે કહ્યું, ‘બહુ સારી મેચ રહી. આપણે અંત સુધી લડ્યાં, હજી પ્રયત્નો આપણા હાથમાં છે. આપણે કેટલીક ભૂલો કરી છે… તેમાંથી આપણે શીખવું પડશે. ટુર્નામેન્ટ હજી શરૂ થઈ છે,આગળ મોટી મેચો હજુ આવવાની બાકી છે. હું ફરી કહીશ કે આપણે કોઈ એક વ્યક્તિના કારણે હાર્યા નથી. આપણે ટીમ તરીકે હાર્યા છીએ, અને આપણે એક ટીમ તરીકે જ જીતીશું. તેથી કોઈની સામે આંગળી ન ઉઠાવો. આ ટીમમાં આવું નહીં થાય. જે ભૂલો થઈ રહી છે, તેને એક ટીમ તરીકે સુધારવી પડશે.

આપણે મેચને આટલી નજીક લઈ ગયાં તે મહત્વનું  : બાબર 

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મોહમ્મદ નવાઝને કહ્યું, ‘ખાસ કરીને નવાઝ…તમે મારા મેચ વિનર છો. તમે જે ઇચ્છો તેમ હું હંમેશા તમારા પર વિશ્વાસ કરીશ. તમારો સાથ નહીં છોડું. તમે આગળ પણ મારા માટે મેચ જીતાડશો. આ ખૂબ જ સારો પ્રયાસ હતો… તે એક પ્રેશર મેચ હતી પરંતુ તમે મેચને ખૂબ નજીક લઈ ગયા. તે અદ્ભુત હતું. બધું અહીં છોડી દેવાનું … આગળ વધો અને નવેસરથી શરૂઆત કરો. આપણે એક ટીમ તરીકે ખૂબ સારું રમ્યા. તેણે ચાલુ રાખવું પડશે..’

ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. ત્યારબાદ બાબરે નવાઝને ઓવર આપી. આમાં નવાઝે ઉંચો નો-બોલ પણ કર્યો હતો. જોકે નવાઝે છેલ્લી ઓવરમાં બે વિકેટ પણ લીધી હતી, પરંતુ નો-બોલે આખી મેચ પલટી દીધી હતી. વિરાટ કોહલીએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

IND vs PAk - Hum Dekhenge News

આ રીતે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું

મેચમાં પાકિસ્તાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે બોલિંગમાં અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા ખૂબ જ અસરકારક સાબિત થયા હતા. અર્શદીપ અને પંડ્યાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાની ટીમ માટે શાન મસૂદે સૌથી વધુ અણનમ 52 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, ઇફ્તિખાર અહેમદે પણ 34 બોલમાં 51 રન બનાવ્યા હતા.

160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે સાતમી ઓવરમાં તેના ચાર બેટ્સમેનો આઉટ થઈ ગયાં હતાં અને ટીમનો સ્કોર 31 રન જ હતો. કેએલ રાહુલ અને રોહિત શર્મા ચાર-ચાર, જ્યારે સૂર્યકુમાર યાદવ 15 અને અક્ષર પટેલ બે રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ કોહલીએ અને હાર્દિક પંડ્યા વચ્ચે 113 રનની ભાગીદારી થઈ હતી અને ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરાવી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી.

Back to top button