પત્નીના મૃત્યુ બાદ તેના ફોનમાંથી ખૂલ્યા એવાં રહસ્ય કે પતિના હાથ ધ્રૂજવા લાગ્યા
- પત્નીએ આત્મહત્યા કરી ત્યારે તે ખૂબ જ આઘાતમાં અને દુઃખી હતો
- પત્નીની આત્મહત્યા પાછળનું કારણ તે સમજી શક્યો નહીં
- બાદમાં પત્નીના ફોનમાંથી ચોંકાવનારા ખુલાસા થયા
યુએસ, 06 ડિસેમ્બર: અમેરિકાના એટલાન્ટામાં રહેતી મહિલાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તેમની ઉંમર 39 વર્ષની હતી. મૌલી બ્રોડેક નામની આ મહિલા દેખાવે ખૂબ જ સુંદર હતી. મહિલા વ્યવસાયે લેખક અને યુનિવર્સિટી ટીચર હતી. તેમના મૃત્યુ બાદ બધાને આઘાત લાગ્યો હતો. તેમના પતિ બ્લેક બટલર ખૂબ દુઃખી હતા. તેમને સમજાતું નહોતું કે બધું બરાબર છે તો પછી મૌલીએ આવું પગલું કેમ ભર્યું? પડોશીઓ પણ આત્મહત્યા પાછળનું કારણ સમજી શક્યા ન હતા. કારણ કે પાડોશીઓ જાણતા હતા કે મૌલી અને બ્લેક પ્રેમાળ યુગલ હતા. તેઓ હંમેશા ખુશ રહેતા હતા. તો પછી મૌલીએ આ પગલું કેમ ભર્યું તે સવાલ દરેકના મનમાં હતો.
પરંતુ થોડા સમય પછી કંઈક એવું બન્યું જેની મૌલીના પતિ બ્લેક બટલરે કલ્પના પણ કરી ન હતી. 44 વર્ષના બ્લેક કહે છે કે, હું જાણું છું કે તે ડિપ્રેશનમાં હતી પરંતુ તે મને કેવી રીતે છોડી શકે? બ્લેકે મૌલીની યાદમાં એક પુસ્તક લખવાનું શરૂ કર્યું. પરંતુ તે સમજી શક્યા નહીં કે તેમની પત્ની કેટલી હદે દુ:ખી હતી. પાછળથી તેમને ખબર પડી કે તેઓ મૌલી સાથે જોડાયેલી ઘણી બાબતો જાણતા નથી. બ્લેકને એ બાબતોની ખબર પડી કે જેના કારણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
મૃત્યુ પછી કયા રહસ્યો જાહેર થયા?
બ્લેક બટલરને ખબર પડી કે તેમની પત્ની મૌલી ગુપ્ત જીવન જીવી રહી હતી. બ્લેકે મૌલીનો ફોન ચેક કર્યો. ત્યારે તેમને ખબર પડી કે લગ્નના થોડા અઠવાડિયા પછી જ મૌલી તેના એક વિદ્યાર્થી સાથે સંબંધમાં આવી ગઈ હતી. તેના બીજા ઘણા પુરુષો સાથે પણ સંબંધો હતા. મૌલીના ફોનમાં ટૂંકા વસ્ત્રોમાં અશ્લીલ હરકતોના વિડીયો અને તસવીરો મળી આવી હતી. પછી બ્લેકે ઈમેલ જોયો. તેથી તેમને ખબર પડી કે મૌલીએ કોલેજના ઘણા વિદ્યાર્થીઓને પોતાની અશ્લીલ તસવીરો મોકલી હતી.
બ્લેકે જણાવ્યું હતું કે, તેમણે જ્યારે મૌલીનો ફોન ચેક કર્યો, ત્યારે તેમના હાથ ધ્રુજવા લાગ્યા હતા અને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ તેઓ હવે રાહત અનુભવે છે કારણ કે, તેમને ખ્યાલ આવી ગયો કે તેઓ પોતાની પત્નીના મૃત્યુ માટે જવાબદાર નથી. તેણે પોતે જ જુઠ્ઠાણાંની પોતાની દુનિયા બનાવી હતી. બ્લેકે તેના મૃત્યુના એક અઠવાડિયા પછી મૌલી વિશે પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે મૌલી માનસિક બીમારીથી પીડિત હતી. તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતી નહોતી. જોકે, બાદમાં બ્લેકને અન્ય મહિલા સાથે પ્રેમ થયો હતો અને તેમણે 2022 માં બીજા લગ્ન કર્યા.
મૌલી પ્રથમ નજરે જ બ્લેકને ગમી ગઈ હતી. જ્યારે તે બ્લેકને મળી ત્યારે તે પરણિત હતી. બ્લેકે પાછળથી 2017માં મોલી સાથે લગ્ન કર્યા. લગ્નમાં બંનેની માતાઓ હાજર રહી હતી. પરંતુ મૌલીના મૃત્યુ પછી બધું બદલાઈ ગયું. બ્લેકને એ બાબતોની ખબર પડી કે જેના કારણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ પણ વાંચો, PoKમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગે કેનેડામાં રાજકીય પાર્ટીએ ચિંતા કરી વ્યક્ત