વિશેષ

ગુજરાતમાં કારમી હાર પછી સોનિયા ગાંધીએ રાહુલ સાથે રણથંભોરમાં મનાવી બર્થડે

Text To Speech

કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચી છે. ગતરોજને ગુજરાતમાં ચૂંટણીના પરિણામ આવતા કોંગ્રેસની ગુજરાતમાં કારમી હાર થઈ છે પણ હિમાચલમાં કોંગ્રેસે ભાજપને હરાવીને સત્તા પરિવર્ત કર્યુ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હજુ ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે સવાઈ માધોપુરના રણથંભોરમાં ભ્રમણ કર્યુ હતુ. જિપ્સીમાં બેસીને ગાંધી પરિવારે રણથંભોર ટાઈગર સફારીનો આનંદ માણ્યો હતો.

સોનિયા ગાંધી-hum dekhenge news
સોનિયા ગાંધી રણથંભોરમાં

રાહુલ ગાંધી પણ જીપ્સીમાં સવાર જોવા મળ્યા હતા. ગાંધી પરિવારે ટાઈગર સફારીમાં વાઘની હરકતો જોઈ. બાદમાં ગાંધી પરિવાર હોટલ શેરબાગ પરત ફર્યો હતો. આજે રાત્રે ગાંધી પરિવાર આ હોટલમાં આરામ કરશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસની ભારત જોડો યાત્રા 6 રાજ્યો વટાવી રાજસ્થાન પહોંચી છે. આજે 8 ડિસેમ્બરે રાજસ્થાનમાં યાત્રાનો પાંચમો દિવસ હતો. યાત્રામાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. આ યાત્રામાં ઘણા એવા લોકો પણ સામેલ છે જેઓ આ યાત્રા સાથે કન્યાકુમારીથી રાજસ્થાન પહોંચી ગયા છે.

રાહુલ ગાંધી -hum dekhenge news
રાહુલ ગાંધી પણ જીપ્સીમાં સવાર જોવા મળ્યા

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસની ચિંતા વધીઃ પ્રતિભાસિંહના સમર્થકોએ કોંગ્રેસ નેતાઓના કાફલાને રોક્યો

રણથંભોર સ્થિત જોગી મહેલ સાથે ગાંધી પરિવારનો જૂનો સંબંધ છે, વર્ષ 1987માં ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ અહીં ગયા હતા. તે સમયે રાજીવ ગાંધી સાથે મેગાસ્ટાર બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન પણ હાજર હતા. બધાએ અહીં સાત દિવસ વિતાવ્યા હતા.

રણથંભોર સ્થિત જોગી મહેલમાં અનેક સેલિબ્રિટીઝ આવતા રહે છે, રણથંભોર સેલિબ્રિટીના ફેવરિટ ડેસ્ટિનેશનમાં સામેલ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તાજેતરમાં જ નેશનલ પાર્કમાં તેની પત્ની અંજલિ તેંડુલકરના જન્મની ઉજવણી કરી હતી.

Back to top button