ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોના મહામારી પછી બાયો મેડિકલ કચરાનું પ્રમાણ વધ્યું

Text To Speech
  • ગુજરાતમાં 2021માં રોજનો 52,800 કિલો કચરો ઉત્પન્ન થયો હતો
  • વર્ષ 2021માં મહારાષ્ટ્રમાં રોજ 80,314 કિલો ગ્રામ કચરો ઉત્પન્ન થયો
  • સમગ્ર દેશમાં વર્ષ 2020માં રોજનો 651 ટન કચરો ઉત્પન્ન થતો

ગુજરાતમાં કોરોના મહામારી પછી બાયો મેડિકલ કચરાનું પ્રમાણ વધ્યું છે. જેમાં 2021માં રોજનો 52,800 કિલો કચરો ઉત્પન્ન થયો હતો. તેમજ સૌથી વધુ વેસ્ટ મામલે ગુજરાત દેશમાં પાંચમા નંબરે છે. તેમજ સમગ્ર મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિગરાની રાખતું હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે નેટવર્ક માટે 30 વર્ષનો માસ્ટર પ્લાન બનાવાશે

સારવાર પ્રક્રિયા બાદ હોસ્પિટલો જાહેરમાં કચરો ફેંકે તેવા કિસ્સા વધ્યા

કોરોના પછી બાયો મેડિકલ વેસ્ટનું પ્રમાણ વધ્યું છે, સારવાર પ્રક્રિયા બાદ હોસ્પિટલો જાહેરમાં કચરો ફેંકે તેવા કિસ્સામાં તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે, ગુજરાતમાં વર્ષ 2020માં પ્રતિ દિવસ 49,492 કિલો મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થતું હતું, જે વર્ષ 2021માં વધીને પ્રતિ દિવસ 52,800 કિલો થયો છે. સમગ્ર દેશમાં વર્ષ 2020માં રોજનો 651 ટન કચરો ઉત્પન્ન થતો હતો, જે 2021માં વધીને 678 ટન થયો છે. કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન મંત્રાલયે તાજેતરમાં જ આ આંકડા જાહેર કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવેલ આ વર્લ્ડ હેરિટેજ મ્યુઝિયમમાં વીજ બિલ નહીં ભરાતા અંધાર પટ 

વર્ષ 2021માં મહારાષ્ટ્રમાં રોજ 80,314 કિલો ગ્રામ કચરો ઉત્પન્ન થયો

વર્ષ 2021માં મહારાષ્ટ્રમાં રોજ 80,314 કિલો ગ્રામ કચરો ઉત્પન્ન થયો છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં 71,264 કિલો, કર્ણાટકમાં 77,639, કેરળમાં 61,136, તામિલનાડુમાં 45,216 બાયો મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયું છે. સૌથી વધુ બાયોમેડિકલ વેસ્ટના ઉત્પાદન મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કચરાના નિકાલ સહિતની નિગરાની માટે કોવિડ-19 બીડબ્લ્યુએમ નામની મોબાઈલ એપ્લિકેશન પણ લોંચ કરી છે, કોરોના મહામારી સમયે બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરાયો ન હોવાની બુમરાણ મચી હતી, સ્મશાનો અને કબ્રસ્તાનમાં ઠેર ઠેર પીપીઈ કિટ સહિતનો મેડિકલ વેસ્ટ રઝળતો નજરે પડયો હતો. આ સમગ્ર મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિગરાની રાખતું હોય છે.

Back to top button