ટ્રેન્ડિંગમનોરંજન

વિવાદ બાદ પઠાન ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ની સોશિયલ મીડિયામાં મજાક શરુ, અનેક મીમ્સ વાયરલ થયા

બોલિવૂડ ન્યૂઝઃ પઠાનની રિલીઝમાં હજુ સમય છે, પરંતુ આ ફિલ્મને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. 12 ડિસેમ્બરે ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયું ત્યારથી જ દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મના ગીતની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. ફિલ્મના ગીતમાં દીપિકાના કેસરી રંગની મોનોકિનીએ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં પરંતુ ઈન્દોર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ વિવાદ સર્જ્યો છે. જો કે, આ બધાની વચ્ચે શાહરૂખ ખાને સોશિયલ મીડિયાની નકારાત્મકતાને અવગણીને સકારાત્મક રહેવાની વાત કરી હતી.

સોશિયલ મીડિયા હવે ‘બેશરમ રંગ’ ગીતને લઈને મીમ્સથી છલકાઈ રહ્યું છે જ્યાં લોકો ફિલ્મના ગીતમાં દીપિકા પાદુકોણના સ્ટેપની મજાક ઉડાવી રહ્યા છે.

‘બેશરમ રંગ’પર મીમ્સ
આ ગીતમાં દીપિકા પાદુકોણ દ્વારા કરવામાં આવેલા ટ્વર્કની મજાક ઉડાવવામાં આવી રહી છે અને તેના પર મીમ્સ બની રહ્યા છે. આ સાથે કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે આ ગીતને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

મીમ્સ શેર કરતાં એક યુઝરે લખ્યું કે, ‘બેસ્ટ કોરિયોગ્રાફરને પાન પરાગ, લક્સ, ચિન્ટુ ચિપ્સ એવોર્ડ મળવાની સંપૂર્ણ ખાતરી છે.’

 

અન્ય એક યુઝરે લખ્યું, ‘મારી ફેવરિટ દીપિકા પાદુકોણ, ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર શું વિચારી રહ્યા હતા? બેકગ્રાઉન્ડ ડાન્સ એક્ટ ખૂબ જ ફની છે.

 

તો એક યુઝરે લખ્યું, ‘જ્યારે તમને ખંજવાળ આવે છે અને તમે કંઈ કરી શકતા નથી.

મકીબા ગીત સાથે. યૂઝર્સે બંને ગીતની બીટ્સ એક જેવી લાગી છે. લોકોએ મેકર્સ પર મકીબા ગીત ચોરવાનો આરોપ લગાવ્યો છે. બેશર્મ રંગ અને મકીબા બંને ગીતની ક્લિપ્સને પુરાવા તરીકે શેર પણ કરી છે.

શાહરૂખ ખાને પઠાણને લઈને વધી રહેલા વિવાદ પર આ વાત કહી
કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શાહરૂખ ખાને પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયાની નકારાત્મકતા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

આ વિષયને સંબોધતા અભિનેતાએ કહ્યું, દુનિયા ગમે તે કરે, પરંતુ મારા જેવા લોકો હંમેશા પોઝિટિવ રહેશે. સોશિયલ મીડિયા કાયમ એક નિશ્ચિત સંકુચિતતાથી ચાલે છે. જે માનવ સ્વભાવને તેના આધાર સુધી મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, સોશિયલ મીડિયાના ઉપયોગથી નેગેટિવિટી વધે છે. સોશિયલ મીડિયાના પગલે ભેદભાવ અને વિભાજનની પ્રવૃતિ પણ વધી રહી છે.

Back to top button