ઠંડી બાદ ગરમી પણ બનશે અસહ્ય ! જાણો શું કહે છે હવામાન વિભાગના નિષ્ણાંતો
- મિશ્ર ઋતુ બાદ હવે 14 ફેબ્રુઆરી બાદ ગરમીનો પારો 38 ડિગ્રી પાર જશે
- મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતા
- મે મહિનામાં સૌથી વધુ લૂ વાળો પવન ફુંકાઈ શકે છે
છેલ્લાં પાંચ-છ દિવસોથી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં બેવડી ઋતુ અનુભવાય રહી છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ ઠંડીને એક રાઉન્ડ બાકી છે. મિશ્ર ઋતુ બાદ હવે 14 ફેબ્રુઆરી બાદ ગરમીનો પારો 38 ડિગ્રી પાર જઈ શકે છે .
આ પણ વાંચો : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાત જન્મના બંધનમાં બંધાયા, લગ્નની પ્રથમ તસવીર આવી સામે
રાજ્યમાં મિશ્ર ઋતુ
છેલ્લા પાંચ-છ દિવસોથી અમદાવાદ સહિત અનેક શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીને ચમકારો જોવા મળે છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. માટે આ વર્ષે ઠંડીની જેમ ઉનાળો પણ અસહ્ય બનવાનો છે. આ સાથે જ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.
મે મહિનામાં સૌથી વધુ લૂ વાળા પવનો ફુંકાશે
હવામાન વિભાગના દ્વારા મળતી માહિતી મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 16.2 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી 10.00 વાગ્યા સુધી ઠંડક રહ્યાં બાદ બપોરે 12થી 5 દરમિયાન ગરમીમાં વધારો થયો હતો. હવામાન વિભાગના નિષ્ણાતોના મતે હિમાલયમાં સક્રીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાન પર અસર જોવા મળે છે. પરંતુ, આગામી દિવસોમાં પણ શહેરમાં મોડી રાતથી વહેલી સવાર ઠંડક અને બપોર દરમિયાન ગરમી જેવી ડબલ સિઝન રહેશે.