ગુજરાતટોપ ન્યૂઝ

BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્ર જાગ્યુ, લીધો મોટો નિર્ણય

Text To Speech
  • જો કોઈ નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરીયાદ કરાશે
  • હાલનું કેરેકટર સર્ટિફિકેટ પણ 7 દિવસમાં રજુ કરવાનું
  • કોન્ટ્રાકટર સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે

BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્રએ ગાઈડલાઈન્સ બનાવી છે. જેમાં કોન્ટ્રાકટરને આવનારા દિવસોમાં બ્લેક લિસ્ટ કરાશે. હવે ડ્રાઈવરની સ્મિમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટી લેવી પડશે. તેમજ ડ્રાઈવર અકસ્માત કરશે તો કોન્ટ્રાકટર સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: ગિફ્ટ સિટીમાં જાણો કોની ભલામણથી વિઝિટર્સને દારૂ પીવા મળશે

જો કોઈ નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરીયાદ કરાશે

કતારગામમાં થયેલા BRTS બસ અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે પાલિકા કમિશનર અને મેયર સહિત પદાધીકારીઓએ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અને કન્ડકટરની લાયકાત નક્કી કરવાની સૂચના અપાઈ છે. આ અંગે SMC ના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છેકે, હવે કોઈ પણ પ્રકારનો અકસ્માત થશે, તો માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ એજન્સી સામે પણ ગુનો દાખલ થશે. આ ઉપરાંત વિજીલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડકટરની તપાસ કરી રોજબરોજનો રીપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજુ કરવામાં આવશે. જો કોઈ નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરીયાદ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી નોકરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટિફિકેટ પણ 7 દિવસમાં રજુ કરવાનું

આ ઉપરાંત જો કર્મચારીઓને ઓછા પગાર અપાશે તો, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સાવચેતીના અન્ય નિયમો પણ નક્કી કરાયા છે. જેમાં ડ્રાઈવર અને કન્ડકટરને 7 દિવસમાં મેડીકલ ફીટનેસના સર્ટીફીકેટ મેળવાનું રહેશે. તેમજ ફીટનેસના સર્ટીફીકેટ સ્મીમેર હોસ્પિટલના જવાબદાર નિયત ડોક્ટર પાસેથી મેળવી રજુ કરવાનું રહેશે. બીજી તરફ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટિફિકેટ પણ 7 દિવસમાં રજુ કરવાનું રહેશે. બસમાં કઈ કઈ સુવિધા કે સુચના હોવી જોઈએ તેનું ચેકલીસ્ટ બનાવવું રહેશે અને જવાબદાર અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી, તેનો રીપોર્ટ આપવો પડશે.

Back to top button