ન્યૂયોર્કમાં હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના, ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો
- મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોએ હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું
ન્યુયોર્ક, 17 સપ્ટેમ્બર: અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ન્યૂયોર્કના મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોએ હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું છે. ભારતના કોન્સ્યુલેટ જનરલે આ મામલો યુએસ પ્રશાસન સામે ઉઠાવ્યો છે. દૂતાવાસે આ હુમલાની સખત નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. દૂતાવાસે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
Attack on BAPS Swaminarayan Temple 🛕 in US is highly condemnable.
Rahul Gandhi’s visit has stirred deep tensions, as he portrayed Hindus as the oppressors of Sikhs. “Well done, Rahul Gandhi — you achieved exactly the malicious outcome you intended. By fabricating lies to cast… pic.twitter.com/GVQUqzZq9J
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) September 17, 2024
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજ અનુસાર, મેલવિલેમાં હિન્દુ મંદિરની બહાર રસ્તા અને પ્રતિક ચિહ્નો પર સ્પ્રે પેઇન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા હતા. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ મામલે કહ્યું છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ.
એમ્બેસીએ સખત વાંધો વ્યક્ત કર્યો હતો
The vandalism of the BAPS Swaminarayan Temple in Melville, New York, is unacceptable ; The Consulate @IndiainNewYork is in touch with the community and has raised the matter with U.S. law enforcement authorities for prompt action against the perpetrators of this heinous act.…
— India in New York (@IndiainNewYork) September 16, 2024
ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ સમગ્ર મામલાને લઈને સોમવારે X પર પોસ્ટ કરી છે. દૂતાવાસે કહ્યું છે કે, ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર પાસે સાઈન બોર્ડને તોડી પાડવાની ઘટના અસ્વીકાર્ય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોન્સ્યુલેટ “સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.”
પીએમ મોદી આ વિસ્તારમાં સભા કરશે
ઉલ્લેખનીય છે કે, મેલવિલેએ લોન્ગ આઈલેન્ડના સફોલ્ક કાઉન્ટીમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કરવાના છે.
આ પણ જૂઓ: અફઘાનિસ્તાનીઓ માટે તાલિબાનીઓનો વિચિત્ર નિર્ણય, જાણો શું છે?