અફઘાનિસ્તાનના કાબુલમાં હુમલાની ઘટના, ચીને પોતાના નાગરિકોને દેશ છોડવાની આપી સૂચના


અફઘાનિસ્તાનના કાબુલમાં હોટલ પર હુમલાની ઘટના બાદ ચીને પોતાના નાગરિકોને અફઘાનિસ્તાન છોડવાનું કહ્યું હતું. અને હુમલાની તપાસ કરવાના પણ આદેશ આપ્યા છે.
અફઘાનિસ્તાનના કાબુલમાં એક હોટલ પર 12મી ડિસેમ્બરના રોજ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હોટેલમાં ચીનના નાગરિકો રોકાયા હતા જેઓ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાર બાદ ચીને નાગરિકોને અફઘાનિસ્તાન છોડીને જવાની જવાની સલાહ આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે આ હુમલાની ઘટના બાદ ચીનના નાગરિકોની સુરક્ષા માટે દેશ છોડવાની સલાહ આપી હતી.
12મી ડિસેમ્બેરે થયો હતો હુમલો
12મી ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના શહેર-એ-નૌ સ્થિત એક હોટલ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ હોટલમાં ચીનના રાજદ્વારીઓ અને રોકાણકારોના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. આ હોટલને ચાઈનીઝ હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ચાઇનીઝ લોકોની લોકપ્રિય હોટલ હોવાથી અહી ચાઇનિઝ મુલાકાતિઓ વધુ આવતા હતા. આતંકવાદીઓએ આ હોટલ પર હુમલો કરતા લોકો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી પડ્યા હતા. જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે આ ઘટનામાં ત્રણ હુમલાખોરો પણ માર્યા ગયા હતા.
ચીન વિદેશ મંત્રાલયે નાગરિકોને આપી સૂચના
આ મામલે ચીન વિદેશ મંત્રાલયે પ્રેસકોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે ચીનના નાગરિકો શક્ય હોય તેટલી તકે અફઘાનિસ્તાન છોડીને જતા રહે. અને ચીની દૂતાવાસે આ હુમલાની તપાસ કરવા જણાવ્યું હતું. અને ચીની દૂતાવાસે અફઘાનિસ્તાની સરકારને ચીની નાગરિકોને શોધવા માટે અને તેમણે બચાવવા પણ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો :તવાંગ વિવાદ પર ઓવૈસીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર, કહ્યું- “સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે”