કોણ બનશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ?, આ નામો પર ચર્ચા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ નવા મંત્રી મંડળમાં આજે સપથવીધિ યોજાવવાની છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે કેટલાક નેતાઓના નામ મોખરે છે જેમાં ખાસ કરીને ત્રણ નામોને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ત્યારે વાત કરીએ તો આજે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાના છે. જેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે.
સીએમ સહિત 17 મંત્રીઓ લેેશે શપથ
વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જતા ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી જીત મેળવી ગુજરાતમાં તેમનો દબદબો યથાવત રાખ્યો છે. ત્યારે આજે ગુજરાત સીએમ સહિત 16 મંત્રીઓ પણ શપથ લેવાના છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ત્રણ નામોને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. તે સાથે જ રમણભાઈ વોરા અને ગણપત વસાવા પણ આ રેસમાં છે. ત્યારે ઉપાધ્યક્ષના નામ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચાય રહ્યું છે.
આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે પ્રધાનોને આવ્યા ફોન, જાણો કોને મળી રહ્યું છે મંત્રીમંડળમાં સ્થાન ?
કોણ હશે વિધાનસભાના નવા અધ્યક્ષ?
વિધાનસભાના અધ્યક્ષ તરીકે ‘શંકર ચૌધરી’નું નામ મોખરે છે. તેઓ પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તેમજ ચૌધરી સમાજનો ચેહરો છે, આ સાથે તેઓ પૂર્વ ધારાસભ્ય તેમજ મંત્રી પણ રહી ચૂક્યા છે તેમજ બનાસકાંઠાના મોટા નેતા પણ છે ત્યારે તેમને કેબિનેટમાં મોટું સ્થાન મળી શકે છે.
બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ તરીકે ‘રમણ વોરા’ અને ‘ગણપત વસાવાના’ નામને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. જે બન્ને પણ પહેલા વિધાનસભાના સ્પીકર પણ રહી ચુક્યા છે. આ સાથે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ પણ ચર્ચામાં આવ્યુ છે.