ટ્રેન્ડિંગનેશનલ

મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના ઊર્જા મંત્રીની ધરપકડ બાદ થયો મોટો ખુલાસો

Text To Speech
  • મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના ઉર્જામંત્રીની ધરપકડ
  • EDએ મંત્રીની કરી ધરપકડ
  • ધરપકડ બાદ રડવા લાગ્યા મંત્રી
  • શું છે સમગ્ર મામલો? વાંચો આ સમાચાર

મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તમિલનાડુના ઉર્જા પ્રધાન વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે સવારે સાત વાગ્યે તપાસ ED બાલાજીના ઘરે પહોંચી હતી. અહીં તેમની 24 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ રડવા લાગ્યા ઊર્જામંત્રી!

EDની કાર્યવાહી અને પૂછપરછ દરમિયાન સેંથિલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને ચેન્નાઈની સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. અહીં તેઓ ધ્રુસકે ને ધ્રસકે રડતા જોવા મળ્યા હતા.

EDના અધિકારીઓએ 24 કલાક કરી પૂછપરછ

ઊર્જામંત્રી મિનિસ્ટર સેંથિલ બાલાજી મંગળવારે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેમને દરોડાની માહિતી મળી હતી. તેમણે તરત જ ટેક્સી લીધી અને તેના ઘરે પાછા આવ્યા. EDના અધિકારીઓએ તેમની ચેન્નાઈ સ્થિત ઘરે 24 કલાક સુધી સતત પૂછપરછ કરી. તમિલનાડુના કાયદા મંત્રી એસ રઘુપતિએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી.

દરોડા દરમિયાન EDના અધિકારીઓ સાથે સેન્ટ્રલ પેરા-મિલિટરી ફોર્સના જવાનો પણ ત્યાં હાજર હતા. પૂછપરછ બાદ EDએ મંત્રી સેંથિલને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન બાલાજીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેમને ચેન્નાઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન RAF પણ હોસ્પિટલમાં તૈનાત હતી.

શું છે સમગ્ર મામલો?

આ મામલો રાજ્યના પરિવહન વિભાગમાં નોકરીના બદલામાં પૈસા આપવા સંબંધિત છે. એટલે કે બોગસ નોકરી કૌંભાડનો મામલો છે. બાલાજી 2011-16 દરમિયાન AIADMK શાસનમાં પરિવહન મંત્રી હતા. આ કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. બાલાજી અને અન્ય 46 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બેંગ્લોર કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને પાઠવ્યું સમન્સ

 

Back to top button