ટોપ ન્યૂઝનેશનલ

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે CMની પુત્રીની ધરપકડ થવાની શક્યતા

Text To Speech

લિકર પોલિસીમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કવિતાની ધરપકડ થવાની સંભાવના છે. તેલંગાણાના બીજેપી નેતા વિવેક વેંકટસ્વામીએ સોમવારે કહ્યું કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) MLC કવિતાની પણ તપાસ એજન્સી ટૂંક સમયમાં ધરપકડ કરશે.

વિવેક વેંકટસ્વામીએ મીડિયાને આપેલા નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે દારૂના કૌભાંડમાં હજુ કેટલીક ધરપકડ થવાની શક્યતાઓ છે. કવિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તેમનો આરોપ છે કે કવિતાએ પંજાબ અને ગુજરાત ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને 150 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો : આ ડિવાઇસના આધારે મનીષ સિસોદિયાની થઈ ધરપકડ, જાણો 2021 થી અત્યાર સુધીનો સમગ્ર ઘટના ક્રમ

આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કેસીઆરની પુત્રી કવિતાનું નામ લેવામાં આવ્યું હતું. ચાર્જશીટ અનુસાર, તેના પર દારૂની કંપનીમાં 65 ટકા હિસ્સો રાખવાનો આરોપ છે.

Back to top button