AAPની 12મી યાદી જાહેર, યુવરાજસિંહ જાડેજા દહેગામની બેઠક પરથી રીપ્લેસ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 7નામોની યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 158 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાને રીપ્લેસ કરી દેવામાં આવ્યા છે. ત્યારે તેમના બદલામાં નવા ઉમેદવારને જાહેર કર્યા છે.
દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ રીપ્લેસ
આમ આદમિ પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે જેમાં યુવરાજસિંહ જડેજાનું ક્યાંય નામ જોવા મળ્યુ નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. અને યુવરાજસિંહને 7 વિધાનસસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી.

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી લઈને AAPની 10મી યાદી જાહેર
આપની 12મી યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે