ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી લઈને AAPની 10મી યાદી જાહેર

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 10મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 21 બેઠક પર ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 118 ઉમેદવાર જાહેર કરાયા છે.

આમ આદમી પાર્ટીની 10મી યાદી જાહેર

આપએ પોતાના ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે જેમાં 21 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વિસ્તારના કયા ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેની ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બનાસકાંઠા વાવ બેઠક પર આપના ડૉ. ભીમ પટેલને ટિકિટ આપી છે. જ્યારે વિરમગામ બેઠક પર કુંવરજી ઠાકોરને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:AAPના મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ, આજે નામ જાહેર થશે, આ ત્રણ નામ ચર્ચામાં

આપએ આત્યાર સુધી 139 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક માટે અત્યાર સુધીમાં 118 જેટલા ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. તેમજ હજું સુધી આપે ઈશુદાન કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગેની કોઈ સ્પષ્ટતા નથી કરી.

Back to top button