અમરનાથ યાત્રા બાદ સારા અલી ખાને દરગાહમાં કરી પ્રાર્થના, અભિનેત્રીની તસવીરો આવી સામે


સારા અલી ખાન આ દિવસોમાં ફિલ્મ જરા હટકે જરા બચકેની સફળતાને લઈને ચર્ચામાં છે. તેમની આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની સફળતા બાદ અભિનેત્રી કાશ્મીરમાં ફરવા ગઈ હતી જ્યાંથી તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તેણે ત્યાંના લોકો સાથે સમય વિતાવ્યો.સાથેજ અભિનેત્રીએ અમનાથ બાબાના દર્શન પણ કર્યા હતા.
આ દિવસોમાં તે કાશ્મીરના સુંદર મેદાનોમાં છે. થોડા દિવસો પહેલા સારાની સોનમાર્ગ ખીણ અને અમરનાથ યાત્રાની તસવીરો સામે આવી હતી.સારાને કાશ્મીરનું વાતાવરણ એટલું ગમ્યું કે અભિનેત્રીએ ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી.સારા અલી ખાન સામાન્ય લોકોની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. તેમની સાદગીએ લોકોના દિલ જીતી લીધા છે.
View this post on Instagram
અભિનેત્રીએ તસવીરો શેર કરી હતી જે બાદ એક યુઝરે લખ્યું, “આ પેઢીને તમારી પાસેથી ઘણું શીખવાની જરૂર છે. તમારા જેવા બહુ ઓછા લોકો છે.જયારે બીજા યુઝરે લખ્યું, ” સારા તમે બધા કરતા અલગ છો, વિશ્વાસ નથી થતો કે કોઈ એટલું સારું કઈ રીતે હોય શકે, આ દિલ કેટલી વાર જીતશો તમે” અભિનેત્રીના આ અંદાજથી લોકો તેનાથી પ્રભાવિત છે. સાથે જ સારાના વખાણ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ‘આદિપુરુષ’ હવે ઓટીટી પર આપશે દસ્તક, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે