30ની ઉંમર બાદ પુરૂષોમાં વધી રહ્યો છે આ બીમારીઓનો ખતરો


ખોટી લાઈફસ્ટાઈલ અને ભોજનની આદતોના કારણે 30થી વધારે ઉંમર આવતા આવતા પુરૂષોમાં ઘણી બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. તેના માટે જરૂરી છે કે તમે ડાયેટનું ખાસ ધ્યાન રાખો અને નિયમિત રીતે એક્સરસાઈઝ કરો.
હાકડાઓ થઈ જશે કમજોર : 30ની ઉંમર આવતા આવતા હાડકા કમજોર થઈ જાય છે. હાડકા સાથે જોડાયેલી હેલ્થ પ્રોબ્લેમ્સ ન હોય થાય તેના માટે કેલ્શિયમથી ભરપુર વસ્તુઓ ખાવી જોઈએ. તેનાથી વેટ લોસમાં પણ મદદ મળે છે. રોજ એક ગ્લાસ દૂધ તો જરૂરથી પીવો.
હાર્ટ ડિજિટ : 30ની ઉંમર બાદ પુરૂષોમાં હૃદય રોગોનો ખતરો વધી શકે છે. ભોજનની આદતોના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. જેના કારણે ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. હૃદય રોગથી બચવા માટે ડાયેટનું ખાસ ધ્યાન રાખો.
જાડાપણું : જો તમે નિયમિત એક્સરસાઈઝ નથી કરતા, તો મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને તેનાથી જાડાપણાની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે ડાયટ અને લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપો.
ટાલની સમસ્યા : 30ની ઉંમર બાદ પુરુષોમાં ટાલની સમસ્યા ઉભી થાય છે. તેની પાછળ તમારી ડાયેટ અને લાઈફસ્ટાઈની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રોટીન, કેલ્શિયમ, ફાયબર રિચ ફૂડ્સનું સેવન કરો. દરરોજ એક્સરસાઈઝ કરો, તણાવ મુક્ત રહો અને સમય પર સુવાની આદત પાડો.
પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો : 30ની ઉંમર બાદ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. તેના કારણે રાત્રે વારંવાર ટોયલેટ જવા અને પેશાબમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. આ લક્ષણોની અવગણના ન કરો અને તરત ડોક્ટરની સલાહ લો.