કલાકારો બાદ હવે તારક મેહતાના ડિરેક્ટરે પણ છોડ્યો શો : કારણ તમે પણ જાણી લો
છેલ્લાં 14 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં અને દર્શકોના દિલો પર રાજ કરતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અવિરત લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રની પોતાની ફેન ફોલોઈંગ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ઘણા પ્રખ્યાત સ્ટાર્સે શો છોડી દીધો છે અને હવે આ લિસ્ટમાં શોના ડાયરેક્ટર માલવ રાજદાએ શોને અલવિદા કહી દીધું છે. તેમનો આ નિર્ણયથી બધા સ્તબ્ધ થઈ ચૂક્યાં છે.
આ પણ વાંચો : TMKOC: ‘ઐયર’ ટૂંક સમયમાં કરશે લગ્ન,’બબીતા’ કરતા પણ વધુ સુંદર છે ભાવિ પત્ની
ડિરેક્ટર માલવે કેમ શો છોડ્યો ?
માલવ આ શો સાથે એટલા લાંબા સમયથી છે કે આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ શોને ટોચ સુધી પહોંચાડવામાં તેમના યોગદાનને ઓછો આંકી શકાય તેમ નથી. હવે આટલા દિવસો પછી તેમનો આ નિર્ણય બધાને ચોંકાવી દેશે એ નિશ્ચિત છે. રાજદાએ 15 ડિસેમ્બરે તારક મહેતા માટે છેલ્લું શૂટિંગ કર્યું હતું. સૂત્રો મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સંબંધો સારા નહોતા. બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માલવે આ નિર્ણય લીધો હશે. પરંતુ અત્યારે આ માત્ર અટકળો છે. રાજદાના શોમાંથી બહાર થવા પાછળનું સાચું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
જાણો શો છોડ્યા બાદ માલવે શું કહ્યું ?
જો કે માલવ રાજદાએ મીડિયા સાથે વાત કરતા આ અફવાઓને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે શો છોડવાનો નિર્ણય તેનો પોતાનો છે. તેના પ્રોડક્શન હાઉસ સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ નથી. આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “સારા કામ કરવા વચ્ચે ટીમમાં સર્જનાત્મક મતભેદો છે, પરંતુ તે હંમેશા શોને સુધારવા માટે છે.” આ અંગે તેણે કહ્યું કે તેમને લાગ્યું કે 14 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા બાદ તે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. તેથી તેઓ રચનાત્મક રીતે આગળ વધવા માંગે છે, જેના પછી તેમણે આ નિર્ણય લીધો. રાજદાએ કહ્યું કે તેઓ આ શો માટે તેઓ નિર્માતાનો ખૂબ આભારી છે. હવે જોવાનું એ રહેશે કે માલવના શોથી અલગ થયા બાદ શોની ટીઆરપી પર કેટલી અસર પડી શકે છે.
View this post on Instagram
શોમાંથી માલવને તેની લાઈફ પાર્ટનર મળી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે માલવ રાજદાની 14 વર્ષની સફર કેવી રહી? આ રિપોર્ટમાં પણ આ વાત કહેવામાં આવી છે. માલવ કહે છે કે તેણે આ શોમાંથી માત્ર નામ અને પૈસા જ નહીં કમાયા પરંતુ તેની લાઈફ પાર્ટનર પ્રિયા આહુજાને પણ આ શોથી મળેવી છે. તમને જણાવી દઈએ કે માલવની પત્ની પ્રિયા આહુજા આ શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવી રહી છે. પ્રિયા અને માલવે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.