ટ્રેન્ડિંગસ્પોર્ટસ

સૂર્યકુમારની સ્ફોટક બેટિંગ બાદ રાજકોટ હોટલમાં થઈ ભવ્ય ઉજવણી, વીડિયો થયો વાયરલ

Text To Speech

શનિવારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સેમન અને મિસ્ટર 360 એવા સૂર્યકુમાર યાદવે ધમાકેદાર માત્ર 51 બોલમાં 112 જેટલા રન ખડકી દીધા હતા. સૂર્યકુમાર યાદવે જે 112 રન બનાવ્યા હતા, જેમાં તેમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જે પછી સ્ટેડિયમથી પરત ફરેલી ટીમ ઇન્ડિયાનું હોટલ સયાજી ખાતે શાહી સ્વાગત કરવામાં આવ્યું.

કેક કટીંગ સાથે ખેલાડીઓએ પણ સૂર્યા-સૂર્યાના નારા લગાવ્યા

મધરાત્રે પરત ફરેલી ટીમનું ગરબાના તાલે જુમીને ખેલૈયાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ખેલાડીઓના સ્વાગત માટે રેડ કાર્પેટ પણ પાથરવામાં આવ્યું હતું. તેમજ હોટલમાં પ્રવેશતાની સાથે સૂર્યકુમાર યાદવે બે જેટલી કેક પણ કાપી હતી. એક કેકમાં સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું. તેમાં કોન્ગ્રેચ્યુલેશન લખવામાં આવ્યું હતું. જ્યારે કે બીજી કેકમાં 100 SKY લખવામાં આવ્યું હતું. કેક કટીંગ સમયે ટીમ ઇન્ડિયાના બાકી ખેલાડીઓએ પણ સૂર્યા-સૂર્યાના નારા લગાવ્યા હતા. તેમજ આ સમયે હોટલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

આ પણ વાંચો  : રાજકોટમાં ભારતનું ‘રાજ’ : 2-1થી શ્રેણી જીતી, Mr.360ની યાદગાર સેન્ચ્યુરી

Suryakumar yadav in Rajkot Hum Dekhenge News

ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા મેચનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. શનિવારના રોજ રમાયેલા મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઊતરેલા સૂર્યકૂમાર યાદવે માત્ર 51 બોલમાં 112 જેટલા રન ખડકી દીધા હતા. સૂર્યકુમાર યાદવે જે 112 રન બનાવ્યા હતા, જેમાં તેમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

Back to top button