કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
સુરત બાદ રાજકોટમાં પણ ડ્રોનથી દેશી દારૂના હાટડીઓ ઉપર પોલીસના દરોડા
રાજકોટ પોલીસ દ્વારા આજે સવારે દેશી દારૂ માટે કુખ્યાત બની ગયેલા વિસ્તારોમાં ડ્રોનની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા. બુટલેગરો બાવળની ઝાડીઓ કે ખૂણે ખાંચરે ભઠ્ઠીઓ ચલાવતા હોય છે ત્યારે તેમને પકડવા ક્યારેક મુશ્કેલ બનતા હોય છે ત્યારે આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રોનના સહારે આવી ભઠ્ઠીઓ ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી હતી.
ડ્રોન દરોડાના પગલે બુટલેગરોમાં નાશભાગ મચી ગઇ
આજે સવારે રાજકોટ પોલીસ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. વહેલી સવારે શહેર ક્રાઈમબ્રાન્ચ, એસઓજી, પેરોલફર્લો સ્થાનિક પોલીસને સાથે રાખી ડીસીપી ક્રાઈમ, એસીપી ક્રાઈમની ટીમે જંગલેશ્વર, કિટીપરા, લલુડીવોકડી સહિતના એરીયાઓમાં આ દરોડાની કામગીરી કરવામાં આવતા બુટલેગરોમાં ડ્રોન કેમેરાને લઈ નાશભાગ મચી ગઇ હતી. પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા.