ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

દક્ષિણ કોરિયા બાદ કેનેડામાં પ્લેન ક્રેશ, વિમાનમાં લેન્ડિંગ દરમિયાન આગ લાગી; જૂઓ વીડિયો

Text To Speech
  • વિમાને એરપોર્ટ પર આપત્તિજનક લેન્ડિંગ કર્યું, આ દરમિયાન પ્લેન રનવે પરથી સરકી ગયું અને તેનું લેન્ડિંગ ગિયર તૂટી ગયું

કેનેડા, 29 ડિસેમ્બર: દક્ષિણ કોરિયા બાદ કેનેડામાં પણ પ્લેન ક્રેશ થયું છે. હેલિફેક્સ એરપોર્ટ પર ઉતરતી વખતે એર કેનેડાના વિમાનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, વિમાને એરપોર્ટ પર આપત્તિજનક લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન પ્લેન રનવે પરથી સરકી ગયું અને તેનું લેન્ડિંગ ગિયર તૂટી ગયું. થોડી જ વારમાં પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​તાત્કાલિક કોઈ માહિતી નથી. સાઉથ કોરિયામાં પ્લેન ક્રેશ થયાના થોડા કલાકો બાદ આ દુર્ઘટના થઈ હતી.

જૂઓ આ પ્લેન ક્રેશનો વીડિયો

મળતી માહિતી મુજબ, આ વિમાન PAL એરલાઇન્સનું છે, જે સેન્ટ જોન્સ અને હેલિફેક્સ વચ્ચે એર કેનેડાની ફ્લાઈટ AC2259નું સંચાલન કરી રહી હતી. આ દુર્ઘટના બાદ એરપોર્ટને હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે, આ વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. આના થોડા કલાકો પહેલા, રવિવારે 181 મુસાફરોને લઈને જેજુ એરનું વિમાન દક્ષિણ કોરિયાના શહેર મુઆનના એરપોર્ટ પર ઉતર્યા પછી વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં માત્ર બે જ લોકો બચી શક્યા હતા, જ્યારે 179 અન્ય લોકોના મૃત્યુની આશંકા છે.

દક્ષિણ કોરિયાના મુઆનમાં પ્લેન ક્રેશ

દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 179 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 2 લોકો બચી ગયા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં 6 ક્રૂ અને 175 મુસાફરો સવાર હતા.

આ પણ જૂઓ: Video : દક્ષિણ કોરિયામાં મોટી દુર્ઘટના, 181 લોકોને લઈને જતું પ્લેન ક્રેશ, 28ના મૃત્યુ

Back to top button