IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

શુભમન ગિલ બાદ હવે ઋષભ પંતને પણ 12 લાખનો દંડ: CSK સામે DCએ કરી આ મોટી ભૂલ

  • દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રને હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી 

વિશાખાપટ્ટનમ, 1 એપ્રિલ: શુભમન ગિલ બાદ હવે IPL દ્વારા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર પણ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને રવિવારે IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની એક ભૂલ તેને મોંઘી પડી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સમયસર ઓવર પૂરી કરી નહીં એટલે કે ધીમી ઓવર રેટના કારણે કેપ્ટન ઋષભ પંતને પરિણામ ભોગવવું પડ્યું છે.

ઋષભ પંત વર્તમાન IPLમાં બીજો એવો કેપ્ટન બન્યો છે, જેને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

દિલ્હી અને ચેન્નાઈનું 1 સાથે અનોખું કનેક્શન

IPL 2024ની 13મી મેચ રવિવારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે અનોખું કનેક્શન જોવા મળ્યું હતું. દિલ્હી કેપિટલ્સે ટુર્નામેન્ટમાં તેમની પ્રથમ જીત નોંધાવી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ ઘરથી દૂર રમી રહી હતી. વર્તમાન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ઘરની બહાર મેચ જીતી છે. KKRએ RCBને તેમના હોમ ગ્રાઉન્ડ MA ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હરાવ્યું છે.

ભૂલનું જો પુનરાવર્તન થશે તો દંડ વધશે

ઋષભ પંત અને શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે આ ટીમનો પહેલો ગુનો હતો. જો આ ભૂલનું પુનરાવર્તન થશે તો કેપ્ટનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય ટીમના અન્ય સભ્યોને પણ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવશે.

જો ટીમ ત્રીજી વખત ભૂલ કરશે તો કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ટીમના અન્ય સભ્યોને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવશે.

આ પણ જુઓ: IPL 2024 : DC એ જીતનું ખાતું ખોલ્યું, ધોનીની તોફાની ઈનિંગ પછી પણ CSK ની હાર

Back to top button