ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

વાયરલ વીડિયો જોઈને યુઝરે લખ્યું, જોન અબ્રાહમ પણ આવી એક્ટિંગ કરે છે

Text To Speech
  • ચીનના રેસ્ટોરન્ટનો વીડિયો થયો વાયરલ
  • X પર @Gulzar_sahebનામના એકાઉન્ટથી શેર કરાયો છે
  • વીડિયોમાં ‘યુવતી છે કે રોબોટ’ લોકો પણ થયા કન્ફ્યુઝ

HDNEWS, 17 એપ્રિલ: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતી રેસ્ટોરન્ટમાં કસ્ટમરને સર્વીસ પૂરી પાડી રહી છે. તમે કહેશો કે એમાં નવું શું છે. તો તમને જણાવી દઈએ કે લોકો આ વીડીયો જોઈને નક્કી નથી કરી શકતા કે વીડિયોમાં જોવા મળતી યુવતી છે કે પછી રોબોટ. વાયરલ થયેલા વીડિયોમાં આ રોબોટિક યુવતી ટેબલ પર કસ્ટમરને ડીશ અને ટીસ્યુ પેપર આપતી જોવા મળી રહી છે.

ચાઈનાની રેસ્ટોરન્ટનો છે વીડિયો

આ વીડિયો ચાઈનાની એક રેસ્ટોરન્ટનો કહેવામાં આવી રહ્યો છે. જેમાં એક યુવતી રોબોટનાં કપડાં પહેરેલી જોવા મળી રહી છે. પણ નવાઈની વાત એ છે કે જ્યારે રેસ્ટોરન્ટમાં કસ્ટમર આવે છે તો તે કસ્ટમરને રોબોટની સ્ટાઈલમાં સર્વિસ આપી રહી છે. આ વીડિયોમાં બીજો એક ભાગ જોડવામાં આવ્યો છે જેમાં યુવતી નોર્મલ ગેટઅપમાં રોબોટની જેમ જ સર્વિસ આપી રહી છે. આ વીડિયો એક્સ પર @Gulzar_sahebનામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે,’ ચાઈનામાં એક યુવતી રેસ્ટોરન્ટમાં રોબોટિક સ્ટાઈલમાં લોકોને સર્વ કરતી જોવા મળી રહી છે.’

લોકોના રિએક્શન્સ

યુવતીના આ ખાસ પ્રકારના ટેલેન્ટને લોકો પસંદ કરી રહ્યા છે.વાયરલ વિડિયોને અત્યાર સુધી કુલ 1 લાખ 91 હજાર લોકોએ જોયો છે. વીડિયો જોયા પછી લોકોના રિએક્શનો પણ સામે આવ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, ભારતમાં જોન અબ્રાહમ પણ આવી જ એક્ટિંગ કરે છે. જ્યારે બીજાએ લખ્યું કે, લંચ ટેબલ પર આવે તે માટે બ્રેકફાસ્ટમાં ઓર્ડર કરવા પડશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, રોબોટીક સ્ટાઈલ નહીં પણ આ રોબોટ જ છે. તમે પણ જુઓ તમને શું લાગે છે. કોણ છે રોબોટ કે પછી યુવતી?

આ પણ વાંચો: DJના તીવ્ર અવાજથી 250 લોકોની હાલત ખરાબ, જાણો ક્યાં બની આ ઘટના?

Back to top button