ચૂંટણી પરિણામો જોઈ અયોધ્યાવાસીઓ પર ભડકેલા સોનુ નિગમને લોકોએ આપ્યો વળતો જવાબ
- અયોધ્યામાં ભાજપની હાર વચ્ચે એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ ‘સોનુ નિગમ’નું છે, જેણે સર્વત્ર હલચલ મચાવી દીધી છે. આ ટ્વીટ જોયા બાદ ઘણા X યુઝર્સે સિંગર સોનુ નિગમને વળતો જવાબ આપ્યો છે
દિલ્હી, 5 જૂન: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને ચોંકાવનારા કહેવામાં આવે તો ખોટું નહીં. કારણ કે, ઘણી લોકસભા સીટોના પરિણામો ચોંકાવનારા જ આવ્યા છે અને લોકસભા સીટનું પરિણામ જેણે લોકોને સૌથી વધુ ચોંકાવી દીધા છે તે ફૈઝાબાદ એટલે કે ઉત્તર પ્રદેશનું અયોધ્યા છે, જ્યાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીએ ભારે મતોથી જીત મેળવી છે. અયોધ્યામાં ભાજપની હાર વચ્ચે એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ ‘સોનુ નિગમ’નું છે, જેણે સર્વત્ર હલચલ મચાવી દીધી છે. આ ટ્વીટ જોયા બાદ ઘણા X યુઝર્સે સિંગર સોનુ નિગમ પર નિશાન સાધ્યું છે.
અયોધ્યામાં ભાજપની હાર થતા ભડક્યા સોનુ નિગમ
સોશિયલ મીડિયા પર સોનુ નિગમ નામના એક X યુઝરે અયોધ્યામાં ભાજપની હાર અંગે ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યું છે – ‘જે સરકારે સમગ્ર અયોધ્યાને રોશન કર્યું, નવું એરપોર્ટ આપ્યું, રેલવે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું, પુરે પુરી એક ટેમ્પલ ઈકોનોમી બનાવીને જે પાર્ટીએ આપી એને આ બેઠક પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અયોધ્યાવાસીઓ શરમજનક છે! વેરિફાઈડ એકાઉન્ટથી કરવામાં આવેલ આ ટ્વીટને જોયા બાદ ઘણા યુઝર્સે સિંગર સોનુ નિગમ પર નિશાન સાધ્યું છે.
जिस सरकार ने पूरे अयोध्या को चमका दिया, नया एयरपोर्ट दिया, रेलवे स्टेशन दिया, 500 सालों के बाद राम मंदिर बनवाकर दिया, पूरी की पूरी एक टेंपल इकोनॉमी बनाकर दी उस पार्टी को अयोध्या जी सीट पर संघर्ष करना पड़ रहा है।
शर्मनाक है अयोध्यावासियों!
— Sonu Nigam (@SonuNigamSingh) June 4, 2024
ટ્રોલ્સના નિશાના પર સોનુ નિગમ
ટ્વીટ જોયા બાદ એક યુઝરે ગાયક સોનુ નિગમને ગીત ન ગાવાની સલાહ પણ આપી હતી. એકે લખ્યું છે કે, ‘શું તમને ગાવાનો મોકો પણ મળ્યો?’ વધુમાં લખ્યું છે કે જેમના મકાન તોડી પાડ્યા તેમને તમે ક્યારેય મળ્યા છો કે પછી નકલી ગીતો ગાઈને બેઠા છો? તમને શરમ આવવી જોઈએ. જ્યારે કંઈ ખબર જ ના હોય તો ગીત ના ગાવું જોઈએ.’ બીજાએ લખ્યું છે કે, ‘તમે ખૂબ જ બેશરમ છો સોનુ નિગમ… જે દેશના લોકોને દોષ આપી રહ્યા છે.’
तुमको गाना गाने का मौका भी मिला?
जिनका मकान तोड़ा गया, उनसे कभी मिलो हो या फर्जी गाना गाने बैठे हों तुमको शर्म आनी चाहिए।
जब कुछ पता न हो तो गाना नही गाना चाहिए।
— Vipin Patel (@ImVipinPa29) June 4, 2024
शर्मनाक नहीं, आप लोगो की समझ कम है, लोगों को विकास चाहिए लेकिन समझौता करके, जबरदस्ती किसानों की जमीन छीन लो, कोरीडोर के नाम पर घर तोड़ दो, पेड़ कटवा दो। ये बाहर के लोगों को अच्छा लगता है वहाँ की स्थायी जनता को नहीं।
— brijlal patel Navodayan (@brijlal12472763) June 4, 2024
શું આ સિંગર સોનુ નિગમનું એકાઉન્ટ છે?
સોશિયલ મીડિયા X પર પોસ્ટ જોઈ લોકો સિંગર સોનુ નિગમ પર ભારે ભડક્યા છે અને તેમની ટ્વીટનો વળતો જવાબ આપી રહ્યા છે. પરંતુ, તમને જણાવી દઈએ કે આ એકાઉન્ટ સિંગર સોનુ નિગમનું નથી પરંતુ સોનુ નિગમ સિંહનું છે, જે વ્યવસાયે વકીલ છે અને બિહારના રહેવાસી છે. તેની પ્રોફાઇલમાં ઉલ્લેખિત વિગતો મુજબ, તે ફોજદારી વકીલ છે. એટલે કે આ એકાઉન્ટને ગાયક સોનુ નિગમ સાથે કોઈ લેવાદેવા નથી અને ના તો આ ટ્વિટ સાથે.
X પર સિંગર સોનુ નિગમ છે જ નહીં
જો કે, કેટલાક લોકો એવા છે જેઓ આ ટ્વીટ જોયા બાદ સોનુ નિગમ સિંહને સિંગર સોનુ નિગમ માની રહ્યા છે અને ગાયકની ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સોનુ નિગમે વર્ષો પહેલા જ ટ્વિટરથી દૂરી બનાવી લીધી હતી. વિવાદ પછી, સિંગરે X (ટ્વિટર) માંથી તેનું એકાઉન્ટ કાઢી નાખ્યું હતું, ત્યારબાદ તેઓ ક્યારેય આ પ્લેટફોર્મ પર આવ્યા જ નથી.
આ પણ વાંચો: રામાયણના રામને સીતાએ ચૂંટણી જીતવા બદલ આપ્યા અભિનંદન, આ રીતે કરી ઉજવણી