દિલ્હીની શાળાઓ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વાર મળી ધમકી


દિલ્હી, 12 મે: દિલ્હીમાં ફરી ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. આ વખતે દિલ્હીની બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલમાં ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને બંને હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અગાઉ બસ દ્વારા શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ આવ્યો હતો. જોકે, કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. સુરક્ષા દળોની મદદથી તમામ શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને બાળકોને તેમના સુરક્ષિત ઘરે લઈ જવામાં આવ્યા હતા.
#WATCH दिल्ली के बुराड़ी सरकारी अस्पताल और मंगोलपुरी के संजय गांधी अस्पताल में बम की धमकी वाला ईमेल मिला, तलाशी अभियान जारी है: दिल्ली फायर सर्विस pic.twitter.com/ARE7kBxQP1
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
આ પછી, મેઇલિંગ એડ્રેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે આ કેસમાં પોલીસને કોઈ સુરાગ નથી મળ્યો. દિલ્હી પોલીસની વિશેષ ટીમે ઇન્ટરપોલની મદદથી રશિયાનો સંપર્ક કર્યો છે અને મેલ મોકલનાર વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જે મેલ આઈડી પરથી શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેનું સર્વર રશિયાની રાજધાની મોસ્કોનું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે હજુ સુધી મેઈલ મોકલનારનો કોઈ પત્તો લાગ્યો નથી.
દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન
દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. તે પહેલા પ્રશાસન દેશની રાજધાનીને સુરક્ષિત રાખવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અસામાજિક તત્વો કે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. સુરક્ષા દળો આનો સામનો કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: સોમવારે ચોથા તબક્કામાં 96 બેઠકો માટે મતદાન, ચૂંટણીપંચે પૂર્ણ કરી તૈયારી