ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં શાળાઓ બાદ હવે ઘણી હોસ્પિટલોને મળી બોંબની ધમકી, દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા

Text To Speech
  • ફાયર બ્રિગેડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું 

નવી દિલ્હી, 14 મે: રાજધાની દિલ્હીની ચાર હોસ્પિટલોને ફરી એકવાર બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ અને હેડગેવાર હોસ્પિટલને ઈમેલ દ્વારા બોંબની ધમકી મળી છે. ધમકીને કારણે OPD દર્દીઓને તપાસ માટે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું કે, સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અશોક વિહારની દીપ ચંદ બંધુ હોસ્પિટલથી સવારે 10:45 વાગ્યે, ડાબરીની દાદા દેવ હોસ્પિટલમાંથી સવારે 10:55 વાગ્યે, ફરશ બજારની હેડગેવાર હોસ્પિટલમાંથી સવારે 11:01 વાગ્યે અને જીટીબી હોસ્પિટલથી સવારે 11:01 વાગ્યે  કોલ આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, હોસ્પિટલોમાં ટીમો મોકલવામાં આવી છે અને તેમની સંપૂર્ણ શોધ કરવામાં આવી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસે મેલની તપાસ શરૂ કરી છે. જેથી મેલ ક્યાંથી આવ્યો છે તે જાણી શકાય. આ ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાનીની ચાર હોસ્પિટલોમાં પોલીસ ટીમો મોકલવામાં આવી છે.

અગાઉ પણ હોસ્પિટલોને બોંબથી ઉડાવી દેવાની મળી હતી ધમકીઓ

અગાઉ 12 મેના રોજ શહેરની આઠ હોસ્પિટલો અને IGI એરપોર્ટને ઈમેલ દ્વારા બોંબની ધમકી મળી હતી. જોકે, બાદમાં આ વાત અફવા સાબિત થઈ હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3, બુરારી હોસ્પિટલ, સંજય ગાંધી હોસ્પિટલ, ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ, બડા હિંદુ રાવ હોસ્પિટલ, જનકપુરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દીન દયાલ ઉપાધ્યાય અને દાદા દેવ હોસ્પિટલ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ પછી શહેરની તમામ હોસ્પિટલોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એરપોર્ટ પર વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, આ વિસ્તારોમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી શકી નથી.

આ પણ જુઓ: દિલ્હીમાં પકડાયો હાઈફાઈ ચોર! ફ્લાઈટમાં જ કરતો ચોરી, લુંટની રકમથી ખરીદી હોટલ

Back to top button