સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ રાજ્યના આ શહેરમાં મોડી રાત્રે ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. આ વચ્ચે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. શુક્રવારે રાત્રે 12.55 કલાકે સુરતમાં 3.5 તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર સુરતથી દક્ષિણ પશ્ચિમમાં 15 કિલોમીટર દૂર આવેલું હતું.
ગઈકાલે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપના આંચકાને કારણે ઊંચા મકાનોમાં રહેતા શહેરીજનો ઘરની બહાર તરફ દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાજ્યના સૌરાષ્ટ્ર અને હવે દ.ગુજરાતમાં ભૂકંપનો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા
હજુ ત્રણ દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. આ ઉપરાંત સાવરકુંડલાના મીતીયાળામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : #BreakingNews : હવે જંત્રીનો નવો દર આ તારીખથી થશે લાગુ, મુખ્યમંત્રીએ કર્યો મહત્વનો નિર્ણય