ટોપ ન્યૂઝમનોરંજન

સલમાન ખાન બાદ, વિક્કી-કેટરિનાને મળી જાનથી મારી નાખવાની ધમકી

Text To Speech

બોલિવૂડ સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના પગલે મુંબઈ પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. સુત્રો તરફ થી જાણવા મળી આવી રહ્યું છે કે, આદિત્ય રાજપૂત નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરિનાને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો અને વિક્કી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આમ કરતો રહ્યો અને અંતે વિક્કીએ આ પગલું ભર્યું.

સલમાન ખાનને પણ ધમકીઓ મળી હતી

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, તમને પણ મૂસેવાલા બનાવી દેશું. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.

લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવામાં આવી હતી

મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બ્રારે લીધી હતી. સલમાનના કેસમાં પણ મુંબઈ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં સત્ય બહાર આવ્યું કે ધમકી કોણે આપી હતી.

તાજેતરમાં અભિનેત્રીએ જન્મદિવસની ઉજવણી કરી હતી

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પણ થયું નથી. તાજેતરમાં જ કેટરીનાએ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ અને કેટરીનાના કેટલાક મિત્રો હાજર હતા. તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

Back to top button