સૈફ બાદ હવે PM મોદી અને શાહરૂખ-સલમાનનું નામ લેતા ઉર્વશી રૌતેલા ફરી ટ્રોલ થઈ!


- ટ્રોલર્સને જવાબ આપવા માટે પીએમ મોદી અને બોલિવૂડના ખાન્સના નામનો ઉલ્લેખ કરતા ફરી ટ્રોલ થઈ ઉર્વશી રૌતેલા
27 જાન્યુઆરી, મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તાજેતરમાં તેના ઘરે હુમલો થયો હતો. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. સૈફ પરના આ હુમલા બાદ દરેક પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉર્વશી રૌતેલા પણ સૈફ પરના હુમલાને લઈને સવાલ પર પ્રતિક્રિયા આપી રહીહતી, પરંતુ તે ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ટ્રોલર્સને જવાબ આપતા ઉર્વશીએ પીએમ મોદી અને બોલિવૂડના ખાન્સનું નામ લીધું હતું. તે ફરીએક વાર ટ્રોલર્સના નિશાના પર આવી છે.
‘સુંદર છે, પણ મગજ ઓછું છે’
ઉર્વશી રૌતેલાએ હાલમાં જ ઈન્સ્ટા બોલિવૂડને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન ઉર્વશીને તેના ટ્રોલ થવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે, ‘ટ્રોલિંગ પર તમે શું કહેશો? લોકો કહેતા હોય છે કે ‘તે સુંદર છે પરંતુ મગજ ઓછું છે.’ તેના પર ઉર્વશીએ કહ્યું, ‘હવે એમાં એવું છે ને કે તમે કહેશો કે આ કેટલાક સવાલોના સાચા જવાબ નથી આપી રહી, પરંતુ આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, મારા સૌથી પ્રિય સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન… લોકો તેમને પણ છોડતા નથી. તો હવે તમે જ કહો કે આમાં શું કરવું? આ નિવેદન બાદ ઉર્વશી ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી છે.
View this post on Instagram
લક્ઝરી વોચનું શો ઓફ કરવા બદલ થઈ હતી ટ્રોલ
ઉર્વશીને સૈફ અલી ખાન પર થયેલા હુમલા વિશે પૂછવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હવે ડાકુ મહારાજે બોક્સ ઓફિસ પર 105 કરોડની કમાણી કરી છે અને મારી માતાએ મને આ હીરા જડિત રોલેક્સ ભેટમાં આપી છે. તે જ સમયે, મારા પિતાએ મને આ મીની ઘડિયાળ ભેટમાં આપી છે, પરંતુ અમે તેને કોન્ફિડન્સથી બહાર પહેરી પણ શકતા નથી, અસુરક્ષા અનુભવાય છે. કોઈ પણ આપણા પર હુમલો કરી શકે છે. જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ પછી જ લોકોએ ઉર્વશીને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ સુપરસ્ટાર થલપતિ વિજયની છેલ્લી ફિલ્મનું નામ અને પોસ્ટર જારી કરાયું