સચિન બાદ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે પૂરી કરશે આ અનોખી સદી, જાણો તેના વિશે
- ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ શનિવારથી ગાબા ખાતે રમાશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કિંગ કોહલીની આ 100મી મેચ હશે. તે કાંગારૂઓ સામે 100 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો માત્ર બીજો ખેલાડી બની જશે. હા, કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 27 ટેસ્ટ, 49 વનડે અને 23 T-20 મેચ રમી છે, અત્યાર સુધી રમાયેલી આ 99 મેચોમાં તેણે 50.24ની શાનદાર એવરેજથી 5326 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે કાંગારૂઓ સામે કુલ 110 મેચ રમી છે જેમાં તેણે 49.68ની શાનદાર એવરેજથી 6707 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ:
- સચિન તેંડુલકર- 110
- વિરાટ કોહલી- 99*
- ડેસમન્ડ હેન્સ – 97
- એમએસ ધોની- 91
- વિવ રિચાર્ડસ- 88
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025 હાલમાં 1-1ની બરાબરી પર છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રનના વિશાળ અંતરથી જીતીને શ્રેણીની મજબૂત શરૂઆત કરી હતી. આ પછી, પિંક બોલથી એડિલેડમાં બીજી ટેસ્ટ રમાઈ હતી, જેમાં કાંગારૂઓએ પુનરાગમન કર્યું હતું અને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું અને 1-1ની બરાબરી કરી હતી. ગાબામાં યોજાનારી આ ટેસ્ટ બંને ટીમો માટે ઘણી મહત્ત્વની બની રહેશે.
આ પણ જૂઓ: WPL 2025 ઓક્શનની તારીખ અને સમય શું છે? જાણો ક્યાં થશે લાઇવ સ્ટ્રીમિંગ