અમદાવાદ : આખા દેશમાં રસ્તે ચાલનારાઓ માટે સૌથી જોખમી રસ્તા હોય તો એ અમદાવાદના છે. 2021 દરમિયાન અમદાવાદમાં ફૂટપાથ પર ચાલતા હોય એવા 162 લોકોના અકસ્માતે મોત થયા છે.
દર અઠવાડિયે સરેરાશ 3 વ્યક્તિઓના મોત
દરેક અઠવાડિયે સરેરાશ 3 વ્યક્તિનો જીવ લેવાયો છે.અમદાવાદના ઘણા રસ્તાઓ પર તો ફૂટપાથ નથી. જ્યાં ફૂટપાથ છે ત્યાં પણ દબાણ એટલું બધું હોય છે કે રાહદારીઓ ચાલી શકતા નથી. જો ચાલવાનો પ્રયાસ કરે તો પણ તેમના પર જોખમ તો રહેલું જ છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ આ અંગેના આંકડા જાહેર કર્યા છે.એ મુજબ 2021માં રસ્તા પર ચાલતા લોકોના મોત થયા એવા 52 શહેરોમાં અમદાવાદનો ક્રમ સૌથી પહેલો છે. અમદાવાદના શાસકો માટે આ સ્થિતિ શરમજનક છે.
અન્ય શહેરોની શું છે હાલત? જાણો
- 160 મૃત્યુ બેંગાલુરુમાં
- 137 મૃત્યુ જયપુરમાં
- 116 મૃત્યુ ફરિદાબાદમાં
- 110 મૃત્યુ સુરતમાંનોંધાયા છે. એટલે કે રસ્તે ચાલનારા લોકો માટે માત્ર અમદાવાદના જ નહીં ગુજરાતના બીજા શહેરના રસ્તાઓ પણ જોખમી છે.