નેશનલ

કન્યાકુમારીથી કાશ્મીર પહોંચ્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધી જોવા મળ્યા અલગ જ લુકમાં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંતિમ ચરણમાં ચાલી રહી છે. ત્યારે આ યાત્રા જમ્મુ કાશ્મીરમાં પહોંચી છે અને કઠુઆના લખનપુરથી તેની શરૂઆત થઈ છે. આ વચ્ચે યાત્રા એટલા માટે ફરી ચર્ચામાં આવી છે કારણ કે, કન્યાકુમારીથી યાત્રા શરૂ થવાથી લઈ પંજાબ-હિમાચલ, દિલ્હીમાં રાહુલ ગાંધી માત્ર એક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો જ્યારે આજે તેઓ એક જેકેટ પહેરીને જોવા મળ્યા છે.

આ પણ વાંચો : PM મોદી માટે 2024 ખૂબ જ ખાસ છે, રચી શકે છે ઇતિહાસ, સામાન્ય ચૂંટણી દેશની દિશા નક્કી કરશે

છેલ્લા ઘણાં દિવસોથી રાહુલના ટી-શર્ટ અંગે ઘણી ચર્ચા થઈ હતી પણ આજે જમ્મુ કાશ્મીરમાં યાત્રા પહોંચતા તેઓ ટી-શર્ટની ઉપર જેકેટમાં જોવા મળ્યા છે. જેના અંગે મીડિયા દ્વારા સવાલ પણ કરવામાં આવ્યા હતા અને તેમાં તેમણે કહ્યું હતું કે, જે લોકો સ્વેટર કે જેકેટ પહેરે છે તેમને ઠંડીનો ડર લાગે છે તેથી તેમને ઠંડી લાગે છે. પરંતુ મારા કિસ્સામાં એવું નથી. મારી યાત્રા ડર સામે જ છે. હું ડરતો નથી.

જમ્મુ કાશ્મીરમાં ભારત જોડો યાત્રા જમ્મુના લખનપુરથી કઠુઆ, હીરાનગર, બનિહાલ ટનલ થઈને કાશ્મીર ઘાટીમાં જશે. તેઓ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં એક વિશાળ રેલી સાથે યાત્રાનું સમાપન કરશે. આ યાત્રામાં NC પ્રમુખ ફારુક અબ્દુલ્લા, PDP ચીફ મહેબૂબા મુફ્તી, CPM નેતા યુસુફ તારીગામી પણ રાહુલ સાથે જોડાશે. તેમજ સંજય રાઉત પણ જઈ રહ્યા છે.

Rahul Gandhi in Kashmir Hum Dekhenge News

ગુરુવારે સાંજે રાહુલ ગાંધી પોતાની ટીમ સાથે લખનપુર પહોંચ્યા ત્યારે તેમણે મહારાજા ગુલાબ સિંહની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ હાથમાં મશાલ લઈને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોએ ઘણું દુ:ખ જોયું છે. હું અહીંના લોકોના દુ:ખ અને દર્દને વહેંચવા આવ્યો છું. તેણે કહ્યું કે થોડા વર્ષો પહેલા મારો પરિવાર જમ્મુ-કાશ્મીરમાં રહેતો હતો. હું એ જમીન પર ચાલી રહ્યો છું જ્યાં મારો પરિવાર રહેતો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમાપનમાં 21 પાર્ટીઓને આમંત્રણ, કોંગ્રેસે KCR-કેજરીવાલ, દેવેગૌડાથી કેમ અંતર રાખ્યું ?

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓની સૌથી મોટી ચિંતા ખીણમાં તેમનો વૉકિંગ ટૂર અંગેની છે. આ યાત્રા ઘાટીના કેટલાક એવા રૂટ પરથી પસાર થશે, જ્યાં ફૂલ પ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં તેમની મજબૂત સુરક્ષા કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા કરવામાં આવશે. તેમજ એજન્સીઓએ સલાહ આપી છે કે રાહુલ ગાંધીને જાણતા હોય તેવા લોકોને જ તેમના આંતરિક વર્તુળમાં સામેલ કરે જેથી સુરક્ષામાં ખલેલ ઉભી ન થાય. આ સાથે કાશ્મીરમાં કેટલીક જગ્યાએ ચાલવાને બદલે કારમાં મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

Back to top button