રણબીર-આલિયા બાદ બોલિવુડનાં આ કપલનાં ઘરે પણ થયો પુત્રીનો જન્મ


આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાદ બોલિવુડનાં વધુ એક કપલે દીકરીને જન્મ આપ્યો છે. બોલિવુડનું હોટ કપલ ગણાતાં બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવરનાં ઘરે પુત્રીનો જન્મ થતાં જ તેમનો પરિવાર અને બોલિવુડ જગતમાં ખુશીઓ પ્રસરી ગઈ છે. 43 વર્ષની ઉંમરે બિપાશાએ પુત્રીના જન્મ આપ્યાની ખબર મળતા જ તેમનાં ચાહકો એ તેમને શુભકામના પાઠવવાનું શરુ કરી દીધુ હતું.

પ્રેગેન્સી દરમિયાન બિપાશાએ કરાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ
કરણ અને બિપાશાનાં લગ્ન 2016 માં થયા હતા,લગ્ન પછી બિપાશાની પ્રેગેન્સીની ખબરો ચાલતી હતી અને આ વર્ષે બિપાશાએ સોશીયલ મિડિયા ઉપર ઓગસ્ટ મહિનામાં એક પોસ્ટ દ્વારા આ ખબર પોતાના ફેન્સને આપી હતી. પ્રેગેન્સી દરમિયાન બિપાશાએ ઘણાં બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યાં હતા. બિપાશાના ફોટોશૂટની તસ્વીરો હાલ પણ સોશિઅલ મિડિયા પર ઘણીવખત વાયરલ થતી રહે છે. પ્રેગ્નેન્સીની સફર દરમિયાન અભિનેત્રીને ફેમિલી સાથે ફેન્સનો ઘણો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે.

બિપાશાએ શેર કરી પોસ્ટ
માતા બન્યા બાદ બિપાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં, અભિનેત્રીએ તેના નાની પુત્રીનાં પગ સાથે એક સુંદર કેપ્શન પણ શેર કર્યું છે. બિપાશા લખે છે, ‘અમારા પ્રેમ અને માતાના આશીર્વાદનું ભૌતિક સ્વરૂપ હવે આ દુનિયામાં આવી ગયું છે, અને તે ખૂબ જ સુંદર છે.’

લગ્નના 6 વર્ષ પછી પુત્રીને આપ્યો જન્મ
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવૂડનું પાવર કપલ છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નથી. બિપાશા-કરણના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્ન બાદથી બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર ઘણી વખત સામે આવી રહ્યા છે. પરંતુ અભિનેત્રીએ લગ્નના 6 વર્ષ બાદ ઓગસ્ટમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રશંસકો સાથે ગર્ભાવસ્થાના સારા સમાચાર શેર કર્યા હતા. બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા બાદ બધા તેની ડિલિવરીની રાહ જોઈ રહ્યા હતાં અને આજે તેણે પુત્રીને જન્મ આપ્યો છે.