ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ RMCમાં બદલીઓ શરૂ

Text To Speech
  • મ્યુ.કમિશનર ડી.પી.દેસાઈએ 35 કર્મચારીઓની બદલી કરી
  • હાઇકોર્ટે આદેશ કર્યા પછી નવી કમિટી માટે સચિવાલયમાં ધમધમાટ શરુ થયો
  • ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓની બદલી કરવામાં આવી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ RMCમાં બદલીઓ શરૂ થઇ છે. જેમાં મ્યુ.કમિશનર આકરા પાણીએ થતા ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ વેસ્ટના કર્મીઓની બદલી કરી છે. તેમાં બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની બદલી થતા ચકચાર મચી છે. તથા ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જેલ સહાયકને અપશબ્દો બોલવા યુવકને પડ્યા ભારે 

મ્યુ.કમિશનર ડી.પી.દેસાઈએ 35 કર્મચારીઓની બદલી કરી

મ્યુ.કમિશનર ડી.પી.દેસાઈએ 35 કર્મચારીઓની બદલી કરી છે. તેમાં ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ વેસ્ટના કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ છે. તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓની બદલી થઇ છે. બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની બદલી થતા ચકચાર મચી છે. તેમજ વોટર વર્કસના 7 કર્મચારીનોની પણ બદલી કરાઈ છે. ટાઉન પ્લાનિંગ શાખાના મોટા ભાગના કર્મચારીઓનું વિસ્તરણ કરતા મ્યુ.કમિશનર આકરા પાણીએ છે. તેમજ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દેપૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર 6 દિવસના રિમાન્ડ પર છે. તેમાં કોર્ટે મનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ફોર્જરી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

હાઇકોર્ટે આદેશ કર્યા પછી નવી કમિટી માટે સચિવાલયમાં ધમધમાટ શરુ થયો

રાજકોટની TRP ગેમિંગ દુર્ઘટનામાં વધુ એક કમિટી બનાવવાનો હાઇકોર્ટે આદેશ કર્યા પછી નવી કમિટી માટે સચિવાલયમાં ધમધમાટ શરુ થયો છે. એક બે દિવસમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર નવી કમિટીની જાહેરાત કરશે. આ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. આગામી રવિવાર સુધીમાં રાજ્ય સરકાર આ કમિટીની જાહેરાત કરી શકે છે. સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટને ઉચ્ચ અધિકારીઓ દાદ આપી રહ્યા નથી. પૂછપરછ માટે સમન્સ હોવા છતાં જુનિયર અધિકારી સામે ઉચ્ચ અધિકારી હાજર થઇ રહ્યા નથી. નવી કમિટીમાં ડીજીપી વિકાસ સહાયથી લઇને અન્ય ઉચ્ચ આઇએએસ અધિકારીઓનો સમાવેશ થઇ શકે છે. અંદાજિત પાંચથી સાત સભ્યોની નવી કમિટી હશે.

Back to top button