અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ABVP સાથે છેડો ફાડી 100 જેટલા કાર્યકર્તાઓ NSUI માં જોડાયાં; સંસદમાં રાહુલ ગાંધીનાં નિવેદન બાદ ભાજપના પ્રહારને લઈને જાણો શું કહ્યું કોંગ્રેસ?

અમદાવાદ 2 જુલાઈ 2024 : અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે મોટી સંખ્યામાં ABVP સાથે છેડો ફાડીને ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની હાજરીમાં 100 જેટલા કાર્યકર્તાઓએ NSUI નો ખેસ ધારણ કર્યો. તેમજ દેશની પાર્લામેન્ટમાં ચૂંટણી બાદ પહેલી બેઠકમાં વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આંકરા પ્રહાર કર્યા હતા. જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. તેમજ ગઈકાલે મોડી રાત્રે પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીના પોસ્ટરને કાળો સ્પ્રે મારીને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે કોંગ્રેસ પાર્ટીએ કઈ રીતે જવાબ આપ્યો છે જાણીએ વિગતવાર!!!

ભાજપ દેશના યુવાનોમાં નફરતનું ઝેર ફેલાવે છે: કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહીલ આ તમામ ઘટનાઓને લઇને કેન્દ્રની ભાજપ ઉપર આંકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ દેશના યુવાનોમાં નફરતનું ઝેર ફેલાવે છે. યુવાનોના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ લાવવાને બદલે તેમની સાથે છલ કપટ કરવાનું કામ કરે છે. જેમાં અગાઉ અલગ અલગ પરીક્ષાઓના પેપર ફૂટવાની વાત હોય, મોટાભાગનાં સરકારી એકમોમાં ભ્રષ્ટાચારની વાત હોય, રાજ્યમાં હાલ થઈ રહેલ તંત્રની બેદરકારીને લઈને દુર્ઘટનાની વાત હોય આ તમામ જગ્યાએ કોંગ્રેસે વિરોધ કર્યો છે થઈ શકે એટલા આંદોલનો પણ કર્યા છે.

ગુજરાતમાં પણ હવે કોંગ્રેસની સરકાર આવશે

કોંગ્રેસ નેતાઓ દ્વારા પત્રકારોને સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે ભાજપની નીતિનો રાહુલ ગાંધીએ કેન્દ્રની સંસદમાં વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં પણ હવે કોંગ્રેસની સરકાર આવશે આ વાતનું પાંચન ન થતા ભાજપના ડરપોક કાર્યકરો રાત્રે અંધારામાં આવીને અડધો ચડ્ડો પહેરીને આવે છે અને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર સ્પ્રે મારીને જાય છે આવા તમામ કાર્યકર્તાઓને અમે ચેલેન્જ કરીએ છીએ કે હિંમત હોય તો સામે આવે અને કરીને બતાવી જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસ મીડીયા સમક્ષ એલાન કરીને ધોળા દિવસે ભાજપના કાર્યાલયને તાળું મારવાનું કાર્ય કર્યું છે. ડો. મનીષ દોશી આ ઘટનાનો વિરોધ કરતા જણાવ્યું કે આઉટસોર્સિંગના નામે ફિક્સ પેના નામે જે રીતે છેતરે છે. ત્યારે ભાજપને ખબર પડી ગઈ છે કે દેશનાં યુવાનો ભાજપને હવે જાકારો આપશે તેથી ભયભીત ભાજપના કાર્યકરો આવા વિકૃત કામ કરે છે.

આ પણ વાંચો : રેલવેએ આ રૂટ પર 13 સમર સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ 31 જુલાઈ સુધી લંબાવી, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ

Back to top button