રાહુલ ગાંધી અને કેજરીવાલ બાદ હવે તેજસ્વી યાદવ પર મેટ્રો કોર્ટમા કેસ
અમદાવાદઃ પહેલા રાહુલ ગાંધી ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને હવે તેજસ્વી યાદવ વિરુધ્ધ ગુજરાતની કોર્ટમાં ફરીયાદ નોંધાવાઈ છે, સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા થતાં હાલ જામીન પર છે તેમને ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તો મેટ્રો કોર્ટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે પણ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ કર્યો છે. તેવામાં હવે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે પણ મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદની મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ઠગ તેમજ ઘુતારા સહિતના અશોભનીય શબ્દો કહેતા ગુજરાતીઓને અપમાન કર્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી હરેશ મહેતાએ જણાવ્યું હતું કે, 22 તારીખે મેં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં સમાચાર જોયા હતા. જેમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ એમણે ગુજરાતીઓ માટે ઠગ શબ્દનો પ્રયોગ કર્યો હતો કે “સારે ગુજરાતી ઠગ હોતે હૈ”. ગુજરાતીઓ માટે આ અપમાનજનક છે ગુજરાતીઓ માટે ઠગ અને ધૃત સહિતના શબ્દ પ્રયોગ એ અશોભનીય છે. તેથી આ વિશે મેં મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
અરજદારના વકીલ પી.આર. પટેલે જણાવ્યું હતું કે, જે રીતે તેજસ્વી યાદવે ગુજરાતીઓને માટે ઠગ અને લુચ્ચા જેવા શબ્દ પ્રયોગ કર્યો છે. જેના કારણે અમે આ ફરિયાદ દાખલ કરી છે. મેટ્રો કોર્ટમાં ભારતીય દંડ સહિતાની કલમ 499 અને 500 હેઠળ રાખીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ પર એક પછી એક ફરિયાદો કરવામાં આવી રહી છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહીને સંબોધ્યા છે. જેથી તમામ ગુજરાતીઓનું અપમાન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હરેશ મહેતા દ્વારા આ ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુદાનથી પરત ફરેલ ગુજરાતીઓએ શું કહ્યું? વાંચો તેમના અનુભવો