ટ્રેન્ડિંગધર્મ

કમુરતા પૂરા, 22 એપ્રિલ સુધી રહેશે લગ્નના મુહૂર્ત, મે-જૂનમાં નહીં થાય લગ્નો! જાણો 2024ના મુહૂર્ત

Text To Speech
  • મેષ સંક્રાંતિ બાદ કમુરતા પૂરા થયા છે અને હવે લગ્નોના બેન્ડ બાજા વાગશે, જોકે આ વર્ષે લગ્નોના ખૂબ જ ઓછા મુહૂર્ત છે. જાણો 2024 એપ્રિલમાં અને તેના પછી કયા કયા શુભ મુહૂર્ત છે?

મીનની સંક્રાંતિ લાગ્યા બાદ 14 માર્ચથી લાગેલા કમુરતા ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પાંચમે એટલે કે આજે પૂરા થઈ રહ્યા છે. સૂર્ય કમૂરતાથી બહાર આવશે. આ સાથે વૈવાહિક કાર્યક્રમ એક અઠવાડિયા માટે શરૂ થશે. 18 એપ્રિલથી 22 એપ્રિલની વચ્ચે લગ્નના શુભ યોગ રચાઈ રહ્યા છે.

23 એપ્રિલે અસ્ત થશે શુક્ર

23 એપ્રિલથી 30 જૂન 2024ની વચ્ચે શુક્ર અસ્ત થઈ જશે. લગ્નના મુહૂર્તમાં ગુરુ અને શુક્ર ગ્રહની સારી સ્થિતિ ખૂબ જ જરૂરી હોય છે. તેમાંથી એકની પણ સ્થિતિ ખરાબ હોય તો તે તિથિમાં લગ્ન કરી શકાતા નથી. શુક્ર 23 એપ્રિલથી 30 જૂન સુધી અસ્ત રહેશે. આ સમયગાળામાં લગ્નો સંપન્ન નહીં થઈ શકે.

કમૂરતા પૂરા, 22 એપ્રિલ સુધી રહેશે લગ્નના મુહૂર્ત, મે-જૂનમાં નહીં થાય લગ્નો! જાણો 2024ના મુહૂર્ત hum dekhenge news

એપ્રિલ 2024માં લગ્ન માટે શુભ મુહૂર્ત

18 એપ્રિલ, ગુરૂવાર
19 એપ્રિલ, શુક્રવાર
20 એપ્રિલ, શનિવાર

જુલાઈ 2024માં લગ્ન માટે શુભ મુહૂર્ત

9 જુલાઈ, મંગળવાર
11 જુલાઈ, ગુરુવાર
12 જુલાઈ, શુક્રવાર
13 જુલાઈ, શનિવાર
14 જુલાઈ, રવિવાર
15 જુલાઈ, સોમવાર

કમૂરતા પૂરા, 22 એપ્રિલ સુધી રહેશે લગ્નના મુહૂર્ત, મે-જૂનમાં નહીં થાય લગ્નો! જાણો 2024ના મુહૂર્ત hum dekhenge news

નવેમ્બર 2024માં લગ્ન માટેના શુભ મુહૂર્ત

12 નવેમ્બર, મંગળવાર
13 નવેમ્બર, બુધવાર
16 નવેમ્બર, શનિવાર
17 નવેમ્બર, રવિવાર
18 નવેમ્બર, સોમવાર
22 નવેમ્બર, શુક્રવાર
23 નવેમ્બર, શનિવાર
25 નવેમ્બર, સોમવાર
26 નવેમ્બર, મંગળવાર
28 નવેમ્બર, ગુરુવાર
29 નવેમ્બર, શુક્રવાર

ડિસેમ્બર 2024 લગ્ન માટેના શુભ મુહૂર્ત

4 ડિસેમ્બર, બુધવાર
5 ડિસેમ્બર, ગુરુવાર
9 ડિસેમ્બર, સોમવાર
10 ડિસેમ્બર, મંગળવાર
14 ડિસેમ્બર, શનિવાર
15 ડિસેમ્બર, રવિવાર

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિમાં માંગલિક કાર્ય, વાહન અને સોનાની ખરીદી માટે આ દિવસો છે શુભ

Back to top button