ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમિત શાહ 4 દિવસ ગુજરાત પ્રવાસે, ભાજપ ઉમેદવારોના ધબકારા વધ્યા

Text To Speech

વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે સાંજે 7 વાગ્યે ગુજરાત આવશે. તેમજ મોરબીના પીડિતોની મુલાકાત લેશે. તથા 3 દિવસ ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. તેમજ બીજેપીની સંકલન બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી, ઉષા રાડાને સાઇડ લાઇન કરાયા

સૌથી વધારે બાયોડેટા ઉત્તર ગુજરાતમાંથી આવ્યા

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમાં આજે સાંજે 7 વાગે ગુજરાત પહોંચશે. અને મોરબીના પીડિતોની મુલાકાત લેશે. તથા આવતીકાલથી 3 દિવસ ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. કારણ કે આવતીકાલ બીજેપીની સંકલન બેઠક મળવાની છે. બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ મોટા ગજાના નેતાઓ હાજર રહેશે. બીજેપીને સેન્સ પ્રક્રિયામાં 4340 બાયોડેટા મળ્યા છે. તેમાં 2017 ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. જેમાં સૌથી વધારે બાયોડેટા ઉત્તર ગુજરાતમાં 1490 સાથે સૌરાષ્ટ્રમાં 1163 બાયોડેટા મળ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીઃ PM મોદીએ 500 લોકોને આપી પાક્કા મકાનની ચાવી

બાયોડેટા પૈકી મહત્વના નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલશે

મધ્ય ગુજરાતમાં 962 બાયોડેટા મળ્યા છે. તેમજ સૌથી ઓછા 725 બાયોડેટા દક્ષિણ ગુજરાતમાંથી આવ્યા છે. જેમાં સંકલન બેઠકમાં બીજેપીને મળેલા તમામ બાયોડેટાની મંથન થશે. તથા મળેલા બાયોડેટા પૈકી મહત્વના નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલશે.

Back to top button