મનોરંજન

આદિપુરુષમાં પ્રભાસ પછી રોમેન્ટિક ફિલ્મમાં શાહિદ કપૂર સાથે જોવા મળશે ક્રિતી સેનન

Text To Speech

કૃતિ સેનન આ દિવસોમાં તેની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની શરૂઆત ઘણી સારી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં કુલ 214 કરોડનો બિઝનેસ કર્યો છે અને આ પૌરાણિક ફિલ્મ ટૂંક સમયમાં ભારતમાં 200 કરોડનો આંકડો પાર કરશે.આ ફિલ્મ પછી ટૂંક સમયમાં જ ‘બ્લડી ડેડી’ એક્ટર શાહિદ કપૂર સાથે કૃતિ સેનનની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે.

Shahid Kapoor and Kriti Sanon's new film poster leaves internet baffled |  Bollywood - Hindustan Times

શાહિદ કપૂર અને ક્રિતી સેનન સ્ટારર રોમેન્ટિક અનટાઈટલ્ડ ફિલ્મનું પ્રથમ પોસ્ટર મેકર્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર થોડા મહિના પહેલા શેર કરવામાં આવ્યું હતું. હવે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. શાહિદ-કૃતિ સ્ટારર ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી પરંતુ મેકર્સે રોમેન્ટિક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

શાહિદ કપૂરે છેલ્લી ઓટીટી રિલીઝ ફિલ્મ ‘બ્લડી ડેડી’થી દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં તેના ઇન્ટિન્સ લુકથી લઈને તેના એક્શન સુધી તેણે બધાના દિલ જીતી લીધા હતા.વર્ષ 2003માં રોમેન્ટિક સ્ટાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શાહિદ કપૂર ફરી એકવાર પડદા પર રોમાન્સ કરતો જોવા મળશે.

તેની અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની રિલીઝ ડેટ જિયો સ્ટુડિયો દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેર કરવામાં આવી હતી. તેણે લખ્યું, “તમારા કેલેન્ડરમાં આ અશક્ય લવ સ્ટોરીની તારીખ ચિહ્નિત કરો, જે 7મી ડિસેમ્બર 2023 છે. કૃતિ સેનન-શાહિદ કપૂર સ્ટારર જિયો સ્ટુડિયો આ ફિલ્મ દિનેશ વિજન સાથે મળીને લાવી રહી છે.

આ પણ વાંચો : રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ : ભગવાન જગન્નાથની રથ યાત્રામાં પ્રથમ વાર એન્ટી ડ્રોન ગનનો થશે ઉપયોગ

Back to top button