ટ્રેન્ડિંગબિઝનેસ

Paytm બાદ આ કમ્પ્યૂટર કંપનીએ કરી 12,500 કર્મચારીઓની છટણી

  • ડેલે તેના લગભગ 12,500 કર્મચારીઓની નોકરી છીનવી લીધી છે. આનાથી ડેલના લગભગ 10% કર્મચારીઓને અસર થઈ છે

દિલ્હી, 07 ઓગસ્ટ: કમ્પ્યૂટરની મોટી કંપની ડેલે તેના લગભગ 12,500 કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપનીએ સેલ્સ ડિવિઝનમાં મોટા રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. કામગીરીને આધુનિક બનાવવા અને AI પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ, કંપનીએ 6 ઓગસ્ટના રોજ એક આંતરિક મેમોમાં કર્મચારીઓને આ ફેરફારો વિશે જાણ કરી હતી, જેમાં વેચાણ ટીમોને કેન્દ્રિય બનાવવાની અને એક નવું AI-કેન્દ્રિત વેચાણ એકમ બનાવવાની યોજનાની રૂપરેખા આપવામાં આવી હતી.

ન્યૂઝબાઈટના અહેવાલ મુજબ અસરગ્રસ્ત કર્મચારીઓની ચોક્કસ સંખ્યા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ લગભગ 12,500 કર્મચારીઓ છટણીનો ભોગ બન્યા છે. આનાથી ડેલના લગભગ 10% કર્મચારીઓને અસર થઈ છે. “ગ્લોબલ સેલ્સ મોર્ડનાઇઝેશન અપડેટ” શીર્ષક ધરાવતા મેમો વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ બિલ સ્કેનેલ અને જોન બાયર્ન દ્વારા મોકલવામાં આવ્યો હતો. તે સ્ટ્રીમ લાઇન મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા અને રોકાણોને પુનઃપ્રાધાન્ય આપવાના કંપનીના ઇરાદાઓનું વિગતવાર વર્ણન કરે છે.

બે દાયકાથી કંપનીમાં કામ કરી રહ્યા હોય તેવા કર્મચારીઓની છટણી થઈ હોવાનો અહેવાલ

લાઈવ મિન્ટના સમાચાર મુજબ, છટણીની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. સેલ્સ ડિવિઝનના કેટલાક કર્મચારીઓએ છટણી કરવામાં આવી હોવાની અથવા અસરગ્રસ્ત સહકર્મીઓને જાણતા હોવાની જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છટણીની અસર મુખ્યત્વે મેનેજર અને સિનિયર મેનેજરોને થઈ હતી. તેમાંથી કેટલાક બે દાયકાથી કંપનીમાં કામ કરી રહ્યા છે.

છટણીથી કોને અસર થઈ?

એક કર્મચારીએ પોતાની ઓળખ આપ્યા વિના બિઝનેસ ઇનસાઇડરને જણાવ્યું કે, ‘તેમાંના મોટાભાગના મેનેજર, ડિરેક્ટર અને વી.પી જ હતા. તેમણે માર્કેટિંગ અને ઓપરેશનને પણ પ્રભાવિત કર્યા. આ ઉપરાંત ઓએ સંગઠનોને જોડ્યા અને મેનેજરો માટે ગુણોત્તર પણ વધારે બનાવ્યો. હવે દરેક મેનેજર પાસે ઓછામાં ઓછા 15 કર્મચારીઓ છે.”

દર છ મહિને છટણી

કર્મચારીઓની છટણી એ ડેલ કંપનીમાં હવે ટ્રેંડ બની ગયો છે. કંપનીએ ફેબ્રુઆરી 2023 થી તેના કર્મચારીઓની સંખ્યા 130,000 થી ઘટાડીને લગભગ 120,000 કરી દીધી છે. એક કર્મચારીએ કહ્યું કે, “કંપની દર છ મહિને છટણી કરે છે.” આગળ વધવાની કોઈ તક નથી. હું નવ મહિનાથી ડેલની બહાર નવી નોકરી શોધી રહ્યો છું.” ડેલના પ્રતિનિધિએ બિઝનેસ ઇનસાઇડરને પુષ્ટિ આપી કે કંપની કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે “ક્રિયાઓની ચાલુ શ્રેણી”માંથી પસાર થઈ રહી છે.

આ પણ વાંચો: બચત ખાતાં અને જનધનમાં મિનિમમ બેલેન્સ જરૂરી નથીઃ જાણો નાણાપ્રધાને શું કહ્યું?

Back to top button