ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝહેલ્થ

જૂનાગઢના પસવાડા બાદ આ ગામમાં પણ નહીં રહે દારૂ પીવા અને વેચવા વાળાની ખેર

Text To Speech
ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં ઠેર-ઠેર દારૂનું વેચાણ થઈ રહ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગામડાઓમાં દેશી અને વિદેશી દારૂ પીવા અને વેંચવા વાળાઓએ માજા મુકી છે. જેને કારણે હવે ગામડાઓમાં દારૂનું દુષણ દૂર કરવા માટે ગ્રામજનોએ બીડું ઝડપ્યું છે. પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામે દારૂ પીવા અને ઉતારવા અંગે કાયદો બનાવી તેના વિરૂધ્ધ સરપંચ કાયદેસરની કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે હળવદના સાપકડા ગામે દેશી દારૂના ધમધોકાર વેપલાને કારણે મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. દારૂડિયાના ત્રાસ તેમજ શેરીએ ગલીએ દારૂના ધિકતા ધંધાને બંધ કરવા મહિલાઓ રીતસર જંગે ચડી સરપંચને ઉગ્ર રજુઆત કરી હતી. જેથી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગામમાં અસરકારક દારૂબંધી અમલમાં મૂકવા નક્કી કર્યું છે.
તમારે દારૂ બંધ કરાવવો છે તો હું તમારી સાથે છું, દારૂના દુષણને કોઈ કાળે ચલાવી લેવાય નહી : સરપંચ
હળવદ તાલુકાના સાપકડા ગામે દેશી દારૂના ખુલ્લેઆમ વેપલા મામલે મહિલાઓએ બંડ પોકાર્યું છે. ગામની મહિલાઓ સરપંચને દારૂ બંધી માટે રજૂઆત કરી હતી. મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ સરપંચને દારૂબંધી વિશે રજૂઆત કરી રહી છે. સામે પક્ષે સરપંચ કહી રહ્યાં છે કે, તમારે દારૂ બંધ કરાવવો છે તો હું તમારી સાથે છું, દારૂ બંધ કરવા સરપંચ અનેક પ્રયાસો કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. ગામલોકો સુખી રહે તે મારી જવાબદારી છે પણ દારૂના દુષણને કોઈ કાળે ચલાવી લેવાય નહી અને પોલીસને પણ રજુઆત કરી છે. મહિલાઓની ઉગ્ર રજૂઆત બાદ સરપંચે હળવદ પોલીસને રજૂઆત કરી સાપકડા ગામમાં દેશી દારૂનો ધંધો બંધ કરવા માટે કડક કાર્યવાહીની માગ કરી છે. સ્વયંભૂ દારૂની બદી નાબૂદ કરવાની પહેલ આ દરમિયાન નાના એવા સાપકડા ગામમાં દારૂના દુષણને નાથવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિધિવત ઠરાવ કરી દારૂની બદી નાબૂદ કરવા નક્કર અને કડક પગલા લેવા જાહેરાત કરતા સાપકડા ગામ સ્વયંભૂ દારૂની બદી નાબૂદ કરવાની પહેલ કરનારૂ પહેલું ગામ બન્યું છે.
Back to top button