પાકિસ્તાનની હાર બાદ આ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં લઈ જવો પડ્યો, શું કામ થઈ આવી હાલત ?


એશિયા કપની સુપર હિટ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનની પાંચ વિકેટના હાર થઈ છે. ત્યારે બાદ મેચ જોવા પહોંચેલા ખેલાડીઓના અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યા છે. જેમાં સૌથી ખાસ અને લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહેલા મોમિન શાકિબનો વિડીયો ચર્ચામાં આવી રહ્યો છે. મોમિનને મેચ પછી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર મોમીન શાકિબે મેચના દિવસે ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તે શાનદાર પ્રતિક્રિયા આપી રહ્યો છે. જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમીન એમ્બ્યુલન્સ શોધતો જોવા મળ્યો હતો. વિડીયોમાં તે રડતા રડતા કહે છે કે, હવે શું કરવું બાબર પણ બહાર છે, રિઝવાન પણ ગયો છે. મને એમ્બ્યુલન્સ લાવો અને મને લઈ જાઓ.
View this post on Instagram
આ સિવાય એક વીડિયોમાં મોમિન શાકિબ રડતો જોવા મળી રહ્યો છે, જેમાં તે ટિશ્યૂથી પોતાના આંસુ લૂછી રહ્યો છે. અહીં મોમીન મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં બેઠો છે અને સતત પોતાના આંસુ લૂછી રહ્યો છે. આ વીડિયો પણ ઘણો વાયરલ થયો છે.
આ પણ વાંચો : કાળી પટ્ટી સાથે ભારત સામે રમશે પાકિસ્તાનની ટીમ, જાણો શું છે કારણ
મેચ ખતમ થયા બાદ મોમિન શાકિબ ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતના મેચ વિનર હાર્દિક પંડ્યાને મળ્યો હતો. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન સાકિબે કહ્યું કે આશા છે કે બંને ટીમો ફાઇનલમાં ફરી ટકરાશે. અગાઉ ભારતે પાકિસ્તાનની મેચ દરમિયાન મોમિન શાકિબનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો. જે દરમિયાન તેની ચર્ચાઓ ઘણી થઈ હતી.