ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ પંજાબની કોલેજમાં થયો પથ્થરમારો : વિદ્યાર્થીઓ થયાં ઘાયલ

Text To Speech

T-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ મેલબોર્નમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આ મેચ દરમિયાન પંજાબના મોગા જિલ્લામાં પાકિસ્તાનની હારને લઈને પરસ્પર લડાઈનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં, મોગા જિલ્લાની એક ખાનગી કોલેજ વિદ્યાર્થીઓના બે જૂથો એકબીજા સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ઈંટ અને પથ્થરમારો પણ થયો હતો. આ ઘટના પંજાબના એલએલઆરએમ કોલેજની છે. તેવું સામે આવ્યું છે. આ મામલે બંને જૂથો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. જો કે, પોલીસે બંને જૂથોને સમજાવ્યા બાદ બંને જૂથો વચ્ચે સહમતિ થઈ છે.

આ પણ વાંચો : આ રહ્યાં પાકિસ્તાનની હાર માટેનાં મુખ્ય કારણો

પાકિસ્તાનની હારને કારણે સર્જાયો વિવાદ : પોલિસે દાખવી સમજદારી

પંજાબના મોગા જિલ્લાના ફિરોઝપુર રોડ પર સ્થિત એલએલઆરએમ કોલેજમાં રવિવારે બપોરે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી, જ્યારે T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ પૂરી થઈ ન હતી અને ત્યાં સુધી વિદ્યાર્થીઓના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતાં. એવું કહેવાય છે કે પાકિસ્તાનની હારને જોતા આ વિવાદ વધ્યો હતો. આ ઘટનામાં ઈંટો અને પત્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. જેનો વીડિયો વિદ્યાર્થીઓએ વાયરલ કર્યો છે. ઘટના બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો હચો અને બંને જૂથના ઘાયલ વિદ્યાર્થીઓએ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમજણ બતાવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કર્યા વિના બંને જૂથો વચ્ચે સહમતિ કરાઈ હતી.

ENG vs PAK - Hum Dekhenge News
ENG vs PAK Final Match

રોમાંચક મેચમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ બીજી વખત T20 વર્લ્ડ કપનું ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું. પાકિસ્તાન તરફથી 1992ની ઐતિહાસિક જીતને પુનરાવર્તિત કરવાના દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું. ગઈકાલની મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 137 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 52 રનની અણનમ ઇનિંગ રમી હતી.

Back to top button