ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

24 ઓક્ટોબર પછી આ ફોનમાં નહી ચાલે વોટ્સએપઃ ખરીદવો પડશે નવો ફોન

Text To Speech
  • વોટ્સએપ તેના યુઝર્સના એક્સપીરિયન્સને સતત સારો બનાવી રાખવા માટે એક પછી એક નવુ અપડેટ આપે છે. તેમજ એપને સતત અપગ્રેડ પણ કરતુ રહે છે

24 ઓક્ટોબર પછી કેટલાક ફોનમાં વોટ્સએપ બંધ થઇ જશે. તમારો મોબાઈલ ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી રહ્યો છે તે ચેક કરી લેજો, નહીંતર તમારા ફોનમાં પણ વોટ્સએપ બંધ થઇ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે જુના OS પર વોટ્સએપ હવે સપોર્ટ નહી કરે .

વોટ્સએપ ખૂબ જ જલ્દી જુના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે

વોટ્સએપ તેના યુઝર્સના એક્સપીરિયન્સને સતત સારો બનાવી રાખવા માટે એક પછી એક નવુ અપડેટ આપે છે. તેમજ એપને સતત અપગ્રેડ પણ કરતુ રહે છે, પરંતુ હાલમાં એક એવી માહિતી આવી છે કે વોટ્સએપ ખૂબ જ જલ્દી જુના એન્ડ્રોઇડ (Android OS) વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે. હાલના સમયમાં વોટ્સએપ 4.1 એન્ડ્રોઇડ વર્ઝન અથવા તેનાથી નવુ વર્ઝન હોય તેના પર કામ કરી રહ્યુ છે.

પરંતુ 24 ઓક્ટોબરથી વોટ્સએપ માત્ર 5.0 એન્ડ્રોઇડ વર્ઝનવાળા ફોન પર કામ કરશે. તેના સિવાય જો તમે આઈફોન યુઝર હોવ તો તમારુ ડિવાઈસ iOS 12 અથવા તેની ઉપરનું વર્ઝન હશે તો જ તેના પર કામ કરશે.

24 ઓક્ટોબર પછી આ ફોનમાં નહી ચાલે વોટ્સએપઃ ખરીદવો પડશે નવો ફોન hum dekhenge news

એન્ડ્રોઈડ OS 4.1 વર્ઝન જુના ફોન પર ચાલતા કેટલાક પોપ્યુલર સ્માર્ટફોન

Sony Xperia Z, LG Optimus G Pro, Samsung Galaxy S2, Samsung Galaxy Nexus, HTC Sensation, Motorola Droid Razr, Sony Xperia S2, Motorola Xoom, Samsung Galaxy Tab 10.1, Asus Eee Pad Transformer, Acer Iconia Tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X, Sony Ericsson Xperia Arc3, Nexus 7 (upgradable to Android 4.2), Samsung Galaxy Note 2, HTC One

આ લિસ્ટમાં મોટાભાગના જુના મોડલ છે. જો તમારી પાસે હજુ પણ આ લિસ્ટમાંથી કોઈ ફોન હોય તો તમારે નવો ફોન ખરીદવા માટે વિચારવું પડશે.

ઓપરેટિંગ સિસ્ટમ વિશે આ રીતે જાણો

જો તમને ખબર નથી કે તમારો સ્માર્ટફોન Android OS વર્ઝન 4.1 અને જુના ફોન પર ચાલે છે કે નહી, તો તમે તમારા ડિવાઈસ પર સેટિંગ મેનુ પર જઈ ચેક કરી શકો છો. તેમા તમારે સેટિંગ પર જઈ About Phone પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી સોફ્ટવેર ડિટેલ્સમાં જવાનું રહેશે ત્યા તમારે Android વર્ઝન Versions કેટેગરીની નીચે લિસ્ટ આપવામાં આવ્યું હશે.

આ પણ વાંચોઃ અભિનેત્રી વહીદા રહેમાન ભારતનાં સર્વોચ્ચ ફિલ્મ એવોર્ડથી થશે સન્માનિત

Back to top button